નવસારી તમિલનાડુમાં માંડુસ ચક્રવાતની (mandous cyclone) અસરના કારણે હવામાન વિભાગે (Meteorological department forecast) 10થી 14 ડિસેમ્બર વરસાદની આગાહી કરી હતી. ત્યારે નવસારીમાં જિલ્લામાં વરસાદી માવઠાની મહેર (Gujarat Unseasonal Railfall) જોવા મળી હતી.
એક દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કમોસમી વરસાદના (Gujarat Unseasonal Railfall) કારણે ખેડૂતો ચિંતામાં (Farmers in worries Due to Unseasonal rain) મુકાઈ ગયા હતા. સાથે જ તેમને બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી હતી. જોકે, આ વરસાદના કારણે લોકોને એક જ દિવસમાં ત્રણ ઋતુનો (mandous cyclone effect ) અનુભવ થયો હતો.
પાકને નુકસાનની ભીતિ તો આ તરફ વરસાદના કારણે કેરી, ચીકુ, શેરડી અને શાકભાજી પકવતા ખેડૂતોને નુકસાનની (Farmers in worries Due to Unseasonal rain) ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લો બાગાયતી પાકોનો જિલ્લો (massive crop affected ) કહેવાય છે. ત્યારે હાલ આંબા પર ફ્લાવરિંગ આવતું હોય ત્યારે ફ્લાવરિંગને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલે પણ વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાંસદા તાલુકાના કાવડેજ, ગંગપુર તથા આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ (Unseasonal rain in Navsari) વરસતા બાગાયતી પાકોને પણ નુકસાન જવાની ભીતિ છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે આગામી દિવસોમાં કરકટથી ઠંડી પડવાની પણ આગાહી (Meteorological department forecast) કરવામાં આવી છે.