નવસારી સમગ્ર ગુજરાતમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા શહેરો અને આદિવાસી ગૌરવ યાત્રા આદિવાસી પટ્ટાના ગામડાઓમાં ફરી રહી છે. યાત્રા દરમિયાન 27 વર્ષના ભાજપના શાસનની ગૌરવ ગાથા લોકો સમક્ષ ગવાઇ રહી છે. ગત રોજ ઉનાઈ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લીલી ઝંડી બતાવી બંને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ ગુજરાત ગૌરવ યાત્રા આજે નવસારી (Gujarat Gaurav Yatra Navsari ) જિલ્લામાં ચીખલીથી પ્રવેશી હતી અને ત્યાંથી પ્રથમ બીલીમોરા શહેર અને બાદમાં ગણદેવી નગરમાં પાલિકાના પદાધિકરીઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર આવકારી હતી.
દર્શના જરદોશે આપને આડેહાથ લીધી નવસારી શહેરમાં પ્રવેશતા જ ગુજરાત ગૌરવ યાત્રા બી આર ફાર્મ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા પહોંચતા નવસારી ભાજપ ( Navsari BJP ) કાર્યકરો અને લોકો વચ્ચે સભા કરવામાં આવી હતી. સભામાં રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે ( Rail Minister Darshana Jardosh ) બુલેટ ટ્રેન ( Bullet Train ) માં જાપાની ટેકનોલોજી શીખી ભારતના એન્જીનીયરો અને શ્રમિકોએ પોતાની આગવી ઓળખ ઉભી કરી આત્મનિર્ભર ભારત ( Atmanirbhar Bharat ) ની વાત કરી હતી. સાથે જ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી.
જવાબ ચૂંટણીમાં મળશે રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે ( Rail Minister Darshana Jardosh ) ખાસ કરીને આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા (AAP Gujarat President Gopal Italia ) ના વાયરલ વિડીયો મુદ્દે માતૃત્વને અપમાનિત કરે એવાને ગુજરાત અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ ક્યારેય માફ નહીં કરે અને એનો જવાબ ચૂંટણીમાં મળશેનો આક્રોશ ઠાલવ્યો હતો.