ETV Bharat / state

Gujarat Assembly Election 2022: વાંસદા વિધાનસભા જીતવા BJP તત્પર, કોંગ્રેસ ધોબીપછાડ આપવા તૈયાર - નવસારી જિલ્લામાં આદિવાસી વોટ બેંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં વાસંદા બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. ભાજપે પેજ સમિતિ (bjp page committee)ની રણનીતિ વાસંદા બેઠક જીતવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. તો કોંગ્રેસે બૂથ પર યૂથની રણનીતિ અપનાવી છે. કોંગ્રેસ 335 બૂથ પર 10 હજારથી વધુ યુવાનોની ટીમ ઊભી કરશે.

Gujarat Assembly Election 2022: વાંસદા વિધાનસભા જીતવા BJP તત્પર, કોંગ્રેસ ધોબીપછાડ આપવા તૈયાર

author img

By

Published : Jan 19, 2022, 7:01 PM IST

નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવવાના અણસાર શરૂ થયા છે, જેમાં ભાજપે પેજ સમિતિના બ્રહ્માશ્ત્ર સાથે 182 બેઠકો જીતવાના સપના જોયા છે. નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકો (Assembly seats In Navsari)માંથી વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા વિધાનસભા બેઠક (Vansda assembly constituency 2022) જીતવા ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ધ્યાન કેન્દ્રિત કરી રાજકીય દત્તક લીધાની જાહેરાત કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ

બીજી તરફ સામે પક્ષે કોંગ્રેસે બૂથ પર યુથની રણનીતિ (congress strategy for assembly election 2022)થકી વાંસદા બેઠક પર ભાજપને જંગી બહુમતીથી ધોબી પછાડ આપવા કમર કસી છે. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાની વાંસદા (Tribal belt of Navsari district ) બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. અગાઉ વાંસદા-ડાંગ વખતે અને ત્યારબાદ ડાંગ અને વાંસદા વિધાનસભા અલગ થયા બાદ પણ વાંસદા પર કોંગ્રેસ જ જીતતી આવી છે. જો કે 2017ની ચુંટણી પૂર્વે આદિવાસીઓને રીઝવવા (tribal vote bank in navsari district) ઓટલા બેઠકો કરી ભાજપે વાંસદા જીતવા ધમપછાડા કર્યા હતા.

કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા

જો કે ભાજપાની મહેનત પાણીમાં ગઇ હતી અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ફરી ભાજપે વાંસદા વિધાનસભા જીતવા મથામણ શરૂ કરી છે, જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખે પણ માઈક્રો પ્લાનિંગથી અને કોઇક કારણથી પછડાટ ખાધી છે, પણ અમે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી વાંસદા વિધાનસભા જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વાંસદા વિધાનસભા જીતવા BJP તત્પર

ભાજપની પેજ સમિતિ સામે કોંગ્રેસની બૂથ પર યૂથની રણનીતિ

ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે વાંસદા વિધાનસભા રાજકીય રીતે દત્તક લીધી હોવાનું જાણતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે પાટીલને 182 બેઠકો કબજે કરવાની વાત યાદ અપાવી છે. સાથે જ વાંસદા પર ધ્યાન આપવામાં ગુજરાતની અન્ય બેઠકો ગુમાવવાનો વારો આવશેનો ટોણો પણ માર્યો હતો. ભાજપની પેજ સમિતિના બ્રહ્માસ્ત્ર થકી વાંસદા વિધાનસભા બેઠક જીતવાની રણનીતિ સામે કોંગ્રેસના ધારાસભ્યએ વાંસદા બેઠક પર જીતવાની આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ સમિતિને મજબુત બનાવવા કરી હાંકલ

10 હજારથી વધુ યુવાનોની ટીમ ઊભી કરશે કોંગ્રેસ

તેમણે 1 બૂથ પર 10 યુવાનો પ્રમાણે 335 બૂથ પર 10 હજારથી વધુ યુવાનોની ટીમ ઊભી કરી- 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો, આદિવાસીઓ માટે ઊઠાવવામાં આવેલા શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના પ્રશ્નો મતદારો સુધી પહોંચાડી, મતદારોને કોંગ્રેસ તરફે પ્રેરિત કરીને જંગી બહુમતીથી ફરી વાંસદા સર કરવાની આશા વ્યક્ત કરી હતી.

કોની રણનીતિ કરશે કામ?

ભાજપ જ્યાં પેજ સમિતિના અણુ બોમ્બના વિસ્ફોટ થકી વાંસદા વિધાનસભા જીતવાની તૈયારી કરી રહી છે, ત્યારે કોંગ્રેસ બૂથ પર યૂથ (Youth on booth Congress strategy) દ્વારા બોમ્બને ડિફ્યુઝ કરવાની રણનીતિ બનાવી રહી છે. 2022ની વિધાનસભામાં કોણ કોને પછાડે છે એ જોવું રહ્યુ.

આ પણ વાંચો: Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.