નવસારી : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે માત્ર (Gram Panchayat Election 2021) ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પંચાયતમાં પોતાનો દબદબો મેળવવા માટે તમામ રાજકીય પાર્ટીના લોકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વાંસદા તાલુકાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉનાઈના (Gram Panchayat Election Unai)ચરવી ગામના પટેલ ફળિયામાં વોર્ડ 12ના સભ્ય માટે સ્થાનિકો સાથે મિટિંગ કરવા ગયા હતા, જ્યાંથી પાછા ફરતી વેળાએ એ અચાનક બાઈક પદ આવેલા અજાણ્યા પાંચ ઈસમોએ તેમની કાર રોકી અને હુમલો (Anant Patel attacked in Unai) કર્યો હતો. જેમાં કારનો પાછળનો કાચ તોડી નાંખતા મામલો ગંભીર બન્યો હતો.
હુમલાવર આરોપીઓને પકડવાની માંગ
ધારાસભ્ય પર હુમલો થતાની વાત વાયુવેગે તાલુકામાં પ્રસરતા આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉનાઈ આવવા નીકળ્યા હતા, જોકે બાદમાં ધારાસભ્ય અનંત પટેલ વાંસદા પોલીસ મથકે (Police Station Vansada)પહોંચતા, કોંગી કાર્યકરો, આગેવાનો અને મહિલાઓએ પોલીસ માથકનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ, સાથે જ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હુમલાવર આરોપીઓને પકડવાની માંગ કરી હતી.
ઘટનાને લઈ જિલ્લા પોલીસનો કાફલો વાંસદા ગોઠવી દેવાયો
બનાવની ગંભીરતાને જોઈ વાંસદામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ગોઠવી દેવમાં આવ્યો હતો, સાથે જ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરતાં ધારાસભ્ય અને એમના સમર્થકને પોલીસ અધિકારીઓએ સમજાવવાના પણ પ્રયાસો કર્યા હતા.
પોલીસે હુમલાવરોને પકડવાની તજવીજ હાથ ધરી
મોડી રાત સુધી ધારાસભ્ય અને તેમના સમર્થકો પોલીસ મથક બહાર બેસી રહ્યા હતા અને આરોપીઓને પકડવાની માંગણી કરી હતી. મોડી રાત સુધી ધારાસભ્ય ધ્વારા કોઈ હુમલાવરોની ફરિયાદ આપાઈ ન હતી. જોકે ધારાસભ્યએ હુમલો કરનારામાં એક યુવાન જે વોર્ડ ઉમેદવાર હોય એને ઓળખ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે હુમલાવરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
વાંસદાનો ગઢ કોના પાસે જશે
વાંસદાનો ગઢ વર્ષોથી કોંગ્રેસનો રહ્યો છે, પરંતુ હવે ભાજપ વાંસદા સર કરવા મથી રહી છે. જોકે આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સમર્પિત કેટલી ગ્રામ પંચાયતો બને છે એના ઉપર વિધાનસભાનું ચિત્ર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:
Gram Panchayat Election 2021: બાવલીયારી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો શા માટે કર્યો બહિષ્કાર?