નવસારી: બીલીમોરા શહેરમાં ગૌહરબાગ રોડ (gohar baug road bilimora) પર આવેલી કલ્પના ફૂલોની દુકાનમાં ગત મોડી રાત્રે લાગેલી આગમાં અચાનક ગેસનો બાટલો (Gas Cylinder Blast In Bilimora) ફાટતા સામેની તરફ ઊભા રહી આગ જોતા આંતલિયાના યુવાનનું ઘટનાસ્થળે જ કમાટીભર્યુ મોત નીપજયું હતુ. ઘટના બાદ બીલીમોરા ફાયર વિભાગે (bilimora fire department)આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા બીલીમોરા પોલીસે ઘટનાસ્થળે (Fire Broke Out In Bilimora) પહોંચી મૃતક યુવાનના મૃતદેહને PM અર્થે ખસેડી તપાસ આરંભી છે.
દુકાનમાં જ રસોઈ બનાવવામાં આવતી હતી
ફૂલોની દુકાન (Flower Shops In Bilimora)માં દિવસ દરમિયાન રહેતા કારીગરને રસોઈ બનાવવા રાખ્યો હતો. ગેસનો બાટલો શહેરના ગૌહરબાગ વિસ્તારમાં LMP રેવા હાઇસ્કુલની સામે આવેલી કલ્પના ફૂલોની દુકાનમાં કામ કરતો કારીગર મૃત્યુંજય મંડલ દિવસ દરમિયાન દુકાનમાં જ રહેતો હતો અને પોતાની રસોઈ પણ દુકાનમાં જ બનાવી જમતો હતો. રાત્રે સૂવા માટે નજીકના આંતલિયા સ્થિત પોતાના ફ્લેટ પર જતો હતો. ગત રાત્રે પણ મૃત્યુંજય દુકાન બંધ કરી સુવા માટે ફ્લેટ પર ગયો હતો. રાત્રે અચાનક એક વાગ્યાના અરસામાં કલ્પના ફૂલોનીની દુકાન (Fire Broke Out In Flower Shops)માં આગ લાગતા રાહદારીઓએ બીલીમોરા ફાયરની ટીમને જાણ કરી હતી.
આ પણ વાંચો: તૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!
ગેસનો બાટલો બોમ્બની જેમ ફૂટતા નાસભાગ મચી
ઘટનાસ્થળે પહોંચેલા લાશ્કરોએ પાણીનો મારો ચલાવી દુકાનમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો પણ આગ જોવા અટકી પડ્યા હતા. લાશ્કરોના આગ ઓલવવાના પ્રયાસો દરમિયાન જ દુકાનમાં મુકેલો ગેસનો બાટલો બોમ્બની જેમ ફાટતા નાસભાગ મચી જવા પામી હતી. ગેસનો બાટલો ફાટ્યા બાદ દુકાનમાંથ ઊડેલો ગેસના બાટલાનો કાટમાળ સામેના રસ્તે ઊભા રહી આગ જોતા આંતલિયા GIDC નજીક રહેતા શશીકાંત પટેલ (30)ના માથે પડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
આ પણ વાંચો: નવસારીમાં જન આશિર્વાદ યાત્રામાં ભાજપના નેતાનું ખિસ્સુ કપાતા, ખિસ્સાકાતરૂ ઝડપાયો
કાટમાળ માથા પર પડતા યુવાનનું મોત
શશીકાંતનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. બીલીમોરાના બાંગીયા ફળિયાના અને અમેરિકાથી આવેલા જાહેદ દલાલ (43)ને પણ ઇજા પહોંચી હતી. જેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. કલ્પના ફૂલોની દુકાનમાં આગ (Fire Incidents In Gujarat) લાગ્યા બાદ ગેસનો બાટલો ફાટતા એક યુવાનનું મોત થયું હોવાનું જાણતાં જ બીલીમોરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલીક મૃતક શશીકાંત પટેલના મૃતદેહને PM અર્થે બીલીમોરાની મેંગુષી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસને વેગ આપ્યો હતો. આજે સવારે FSL અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધવા પ્રયાસો હાથ ધર્યા હતા.