- ગણદેવી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં એક પણ બેઠક ન આવતા આપ્યુ રાજીનામું
- ગણદેવી તાલુકામાંથી કોંગ્રેસનો સફાયો થતાં પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યુ
- નવસારી જિલ્લામાં જિલ્લા/તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં કોંગ્રેસની થઈ છે હાર
- કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વિકારી ઉપપ્રમુખે આપ્યુ રાજીનામું
આ પણ વાંચોઃ નવસારી-વિજલપોર નગરપાલિકામાં ભાજપ આગળ
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગણદેવી નવરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો, ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકો અને નવસારી જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગણદેવી તાલુકાની તમામ 53 બેઠકોમાંથી 52 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ બેઠક ન મળતા ગણદેવી તાલુકામાં કોંગ્રેસનો સફાયો થતાં કોંગ્રેસીઓમાં નિરાશા ફેલાઈ હતી. જેમાં ગણદેવી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અને ગણદેવીના ગંઘોરના વતની મનીષકુમાર કિશોરભાઈ નાયકે તાલુકા અને જિલ્લા પંચાયત તથા પાલિકામાં કોંગ્રેસની કારમી હારની નૈતિક જવાબદારી સ્વિકારી પોતાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતુ. તદુપરાંત તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યુ હતુ. કોંગ્રેસી પદાધિકારીનું રાજીનામું પડતા સામે પક્ષે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ નવસારી કોંગ્રેસ સેવા દળના જિલ્લા પ્રમુખ સુરેશ પાંડેને કરાયા સસ્પેન્ડ