ETV Bharat / state

Food poisoning in Navsari : ખરસાડ ગામે વાસ્તુમાં ભોજન બાદ 57ને ફૂડ પોઇઝનિંગની અસર - ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઇઝનિંગ

નવસારી જિલ્લાના ખરસાડમાં 57 લોકોને ફૂડ પોઇઝનિંગની (Food poisoning in Navsari) અસર જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. વિભાગના આરોગ્યકર્મીઓએ OPD શરૂ કરી લોકોને તપાસ્યા હતાં. વાંચો અહેવાલ.

Food poisoning in Navsari : ખરસાડ ગામે વાસ્તુમાં ભોજન બાદ 57ને ફૂડ પોઇઝનિંગની અસર

author img

By

Published : Mar 8, 2022, 8:01 PM IST

નવસારી : નવસારી જિલ્લાના ખરસાડ ગામે વાસ્તુ પૂજનમાં ફળિયાના લોકોએ ભોજન કર્યા બાદ 57 લોકોને ફૂડ પોઇઝનિંગની (Food poisoning in Navsari) અસર જણાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. વિભાગના આરોગ્યકર્મીઓએ ઘરે ઘરે સર્વે કરવા સાથે જ હંગામી ધોરણે OPD શરૂ કરી લોકોને તપાસ્યા હતાં. વાસ્તુ પૂજનની રસોઈમાં કેરીનો રસ અને છાસને કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

કોઈ હોસ્પિટલમાં દાખલ ન હોવાથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો

ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ મહેમાનોની તબિયત બગડી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખરસાડ ગામના ખોડગરા ફળિયાના અશોક પટેલના નવા ઘરે વાસ્તુ પૂજન હતું. જેમાં સંબંધીઓ સહિત ફળિયાના અંદાજે 300 લોકોને જમવા માટે આમંત્રણ અપાયુ હતું. જ્યારે રસોઈમાં કેરીના રસ બનાવવામાં આવ્યો હતો. જોકે બદલાતા હવામાનને કારણે કેરીનો રસ અને છાસ પીધા બાદ ઘણાની (Food poisoning after a meal on a religious occasion) તબિયત બગડી હતી. જેમાં ઝાડાઉલ્ટીની સાથે જ પેટમાં દુઃખાવાની ફરિયાદો ઉઠતા ફૂડ પોઇઝનિંગની (Food poisoning in Navsari) વાત વહેતી થઈ હતી. સમગ્ર મુદ્દે તાલુકા આરોગ્ય વિભાગને જાણ થતાં જિલ્લાના અધિકારીઓને જાણ કરી આરોગ્ય વિભાગની ( Navsari health department )ટીમ ખરસાડ પહોંચી હતી. જ્યાં ફૂડ પોઇઝનિંગનું કારણ જાણવાના પ્રયાસો સાથે જ ગામમાં હંગામી ધોરણે OPD શરૂ કરી હતી.

ખોડગરા ફળિયાના 80 ઘરોમાં 268 લોકો રહે છે. જેમાંથી 30 લોકોને ઝાડાઉલ્ટીની ફરિયાદ જણાઈ હતી

આ પણ વાંચોઃ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા 42 ઘેટાના મોત

એક પણ કેસ હોસ્પિટલમાં ન હોવાથી આરોગ્ય વિભાગે રાહત અનુભવી

આરોગ્ય વિભાગના સર્વેમાં ખોડગરા ફળિયાના 80 ઘરોમાં 268 લોકો રહે છે. જેમાંથી 30 લોકોને ઝાડાઉલ્ટીની ફરિયાદ જણાઈ હતી. જ્યારે 9 લોકોને સામાન્ય ઝાડાની અને 14 લોકોે ઉલ્ટીની ફરિયાદ તેમજ 4 લોકોને પેટમાં દુઃખાવાની (Food poisoning in Navsari) સમસ્યા હતી. પરંતુ કોઈ હોસ્પિટલમાં દાખલ ન હોવાથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. જયારે આરોગ્ય વિભાગે ( Navsari health department )ઘરે ઘરે સર્વે કરી પાણીના સેમ્પલ લીધા હતાં. સાથે જ લોકોને પાણીમાં ક્લોરીનની દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ Food Poisoning in Mehsana: વિસનગરમાં લગ્ન સમારોહમાં જમ્યા પછી એકસાથે 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.