ETV Bharat / state

ઇમારતમાં ફાયર સેફ્ટીની બેદરકારી છતી થતાં દુકાનો-ઓફિસોને સીલ

નવસારીના વિજલપોર શહેરમાં કોમર્શિયલ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી લગાવવાની (Fire safety in Vijalpore) નોટિસ મળ્યા બાદ પણ ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન કરતા પાલિકાએ શહેરની કોમર્શિયલ ઇમારતોમાં આવેલ દુકાનોને સીલ મારી શિક્ષાત્મક કાર્યવાહી આરંભી છે. જેની સામે દુકાનદારોએ પાલિકાએ નોટિસ આપ્યા વિના જ સિલીંગ કર્યાની રાવ સાથે વિરોધનો સુર છેડ્યો છે. (Vijalpore Commercial High Rise Buildings)

ઇમારતોમાં ફાયર સેફ્ટીની બેદરકારી દાખવવા પાલિકાએ દુકાનો, ઓફિસોને માર્યા સીલ

author img

By

Published : Jan 9, 2023, 6:49 PM IST

નવસારી વિજલપોર પાલિકાએ કોમર્શિયલ ઇમારતોમાં સીલીંગની કાર્યવાહી કરી

નવસારી : વિજલપોર શહેરોમાં કોમર્શિયલ બહુમાળી ઇમારતોમાં આવેલા (Vijalpore Commercial High Rise Buildings) લોકોની અવરજવર વધુ હોય છે. પરંતુ કોમર્શિયલ એકમોમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે આગ લાગે ત્યારે જાનમાલનું નુકસાન પણ થાય છે. આવી ઘણી ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કોમર્શિયલ અને રહેણાંક બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી લગાવવાનું ફરજિયાત કર્યું છે. નવસારી શહેરમાં પણ નવસારી વિજલપોર પાલિકા દ્વારા આવી બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી લગાવવા નોટીસો (Fire Safety Notice in Vijalpore) આપવામાં આવી હતી. પરંતુ શહેરની 16 કોમર્શિયલ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતા પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. (fire safety equipment)

આ પણ વાંચો તંત્રની લાલ આંખ: ફાયર સેફ્ટી ન ધરાવતી 200થી વધુ મિલકતો સીલ

ક્યાં ક્યાં સીલ મારવામાં આવ્યું પાલિકા દ્વારા કોમર્શિયલ ઇમારતોમાં (Vijalpore commercial buildings Sealed) આવેલી દુકાનો, બેંક, દવાખાના, ઓફિસ તેમજ રેસ્ટોરન્ટને સીલ કરવાની કામગીરી આરંભી છે. પાલિકાની ફાયરની ટીમ સાથે અધિકારીઓએ પ્રભાકુંજ, પ્રેમ રેસીડેન્સી, સીટી સ્ક્વેર સહિતની 13 કોમર્શિયલ ઇમારતોમાં દુકાનો, ઓફિસ, બેંક વગેરેને બંધ કરાવી સીલ માર્યું હતું. પ્રેમ રેસીડેન્સીમાં પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈની ઓફિસ હોવા છતાં પણ સરકારી નિયમોનું (Vijalpore Fire Safety NOC) પાલન થયું ન હતું. અધિકારીઓએ બે બેંક અને એક દુકાનને સીલ કર્યા બાદ કોમર્શિયલ ઇમારતના કર્તા હર્તા દ્વારા ફાયર NOC અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની વાત કરતા સિલીંગ કાર્યવાહી આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી હતી. (Sealing operation of shops in Vijalpore)

આ પણ વાંચો Bhuj Municipality Fire Department: ભુજ ફાયર વિભાગ દ્વારા 105 બિલ્ડિંગોને નોટિસ ફટકારાઇ

પાલિકાની કાર્યવાહી સામે વિરોધ તો બીજી તરફ જ્યારે સીટી સ્ક્વેરના દુકાનદારોએ તેમને નોટિસ (Fire Safety in Buildings in Vijalpore) જ મળી ન હોવાનું જણાવી પાલિકાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવી કાયદાકીય પગલાં લેવાની ચીમકી (Notice of fire safety) પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનિય છે કે, જે દુકાનદારો કે વ્યવસાયિક કે ઓફિસોવાળા એકમો ફાયર NOC લીધી છે, એને સિલીંગ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે નવસારી આવકવેરા વિભાગની કચેરીનું બિલ્ડિંગ પણ સીલ થાય એવી સંભાવના જોવાઇ રહી છે. (Vijalpore Fire Safety Notice)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.