ETV Bharat / state

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં યોગ્ય વળતર ન મળતા નવસારીના ખેડૂતો લડી લેવાના મુડમાં - નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે

મોદી સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાંના એક હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ જમીન સંપાદનને લઈને અટવાયો છે. નવસારી જિલ્લામાંથી બુલેટ ટ્રેન 28 ગામોમાંથી પસાર થનાર છે. અંદાજે 40થી 50 કિલોમીટરના લાંબા વિસ્તારમાં અંદાજે 110 હેક્ટર ઉપજાઉ જમીન તેમજ લોકોના ઘરો બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જઇ રહ્યા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં યોગ્ય વળતર ન મળતા નવસારીના ખેડૂતો લડી લેવાના મુડમાં

author img

By

Published : Oct 21, 2020, 3:00 AM IST

  • નવસારીના ખેડૂતોની 2013ના સંપાદન કાયદા મુજબ 4 ગણા વળતરની માંગણી
  • નવસારી જિલ્લાની 70 વીઘા જમીન સંપાદનમાં પ્રોબ્લમ
  • ખેડૂતોની સુપ્રિમ કોર્ટમાં પીટીશન
    બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં યોગ્ય વળતર ન મળતા નવસારીના ખેડૂતો લડી લેવાના મુડમાં

નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકાના પાટી અને કેસલી ગામની વચ્ચે અંદાજે 2 કિલોમીટર વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે, જેમાં અંદાજે 70 વીઘા જમીન જઈ રહી છે અને તેમાંથી 35 વીઘા જમીન એક જ પરિવારની છે. સરકારના ઘણા પ્રયત્નો હોવા છતાં નવસારીમાં બુલેટ ટ્રેનની ગતિ જમીનના વળતરને લઈને ધીમી પડી છે. ગુજરાત સરકાર નવસારીના અસરગ્રસ્તોને વર્ષ 2011ની જંત્રી આધારે વળતર ચુકવવાની તૈયારી કરી ચુકી છે.

4 ગણા વળતર માટે પીટીશન

ખેડૂતો વર્ષ 2013ના જમીન સંપાદનના કાયદા અનુસાર બજાર કિંમતના 4 ગણા વળતરની માંગ કરી રહ્યા છે. જેથી નવસારીના અસરગ્રસ્ત ખેડૂતો સરકારની નીતિ સામે ગુજરાત હાઇકોર્ટમાં જંત્રી સુધારવા અને સુપ્રિમ કોર્ટમાં બજાર કિંમતના 4 ગણા વળતર માટે પીટીશન દાખલ કરી છે. જેમાં જિલ્લાના અંદાજે અસરગ્રસ્ત 600 ખેડૂતોમાંથી 300થી વધુ ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં સરકાર સામેની લડાઈમાં સમર્થન આપ્યુ છે.

  • જાણો બુલેટ ટ્રેન પ્રૉજેક્ટનો સમગ્ર ઘટનાક્રમ

20 ઓક્ટોબર, 2020 - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: એલ એન્ડ ટી સૌથી ઓછી બોલી લગાવનાર કંપની

મુંબઇ-અમદાવાદ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 237 કિલોમીટરના હાઇ સ્પીડ રેલ કોરિડોરની ડિઝાઇન અને નિર્માણ માટે ફાયનાન્શિયલ બીડ ઓપન કરવામાં આવી છે. . મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 24,985 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

12 ઓક્ટોબર, 2020 - ગોકળ ગાયની ગતિએ ચાલતી બુલેટ ટ્રેન

વિશ્વમાં પાચમાં મોટા અર્થતંત્ર તરીકે ઉભરી આવેલા ભારતમાં બુલેટ ટ્રેનના કોઇ ઠેકાણા નથી. જો કે, દેશમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ખાતપુહૂર્ત વિધિ ત્રણ વર્ષ અગાઉ થઇ ચૂકી છે, તેમ છતાં જમીન સંપાદન જેવી વિકરાળ ગણાતી સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

મુંબઈ- અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર માટે ટેકનિકલ ટેન્ડર ખૂલ્યાં

મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફરીથી કાર્ય શરૂ થયું છે. બુધવારે સારા સમાચાર છે કે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને અત્યાર સુધીના મોટા ટેન્ડરો પૈકીના ટેકનિકલ ટેન્ડરો ખૂલ્યાં છે. આ 237 કિલોમીટરની મુખ્ય લાઈન નાંખવા માટેના ટેન્ડર ખૂલ્યાં છે. હવે પછીના સમયમાં કામ પણ શરૂ થઈ જશે.

8 ઓગસ્ટ, 2020 - ખેડૂત સમાજ ગુજરાતે બુલેટ ટ્રેન કંપની ઝીકા સામે જાપાનની કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી

બુલેટ ટ્રેન મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે હવે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ સુરત દ્વારા નવી રણનીતિ અપનાવવામાં આવી છે. ખેડૂત સમાજ ગુજરાતના અગ્રણીઓએ બુલેટ કંપની ઝીકા સામે જાપાનની કોર્ટમાં જવાની ચીમકી છે.

18 જુલાઈ, 2020 - બુલેટ ટ્રેન સમયસર શરૂ થશે, 60 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણઃ રેલવે બોર્ડ અધ્યક્ષ

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવનું કહેવું છે કે, મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદથી 60 ટકાજમીન સંપાદન કરવામાં આવી છે. રેલવે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતા પહેલા, જમીનના માલિકો અને તેમના સંગઠનને તેમને થતાં ફાયદાથી સંબંધિત ઘણી વસ્તુઓની ખાતરી આપી રહી છે.

7 ફેબ્રુઆરી 2020 - બુલેટ ટ્રેન પ્રોજેકટ : ખેડૂતોને 2100 કરોડની ચુકવણી, સુરતના 14, નવસારીના 8 અને વલસાડના 2 ગામની જમીન સંપાદન બાકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે અમદાવાદથી મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જેમાં રાજ્ય સરકારે બુલેટ ટ્રેન જે આઠ જિલ્લાઓમાંથી પસાર થવાની છે તે જિલ્લાઓમાંથી જમીન સંપાદનની કામગીરી 80 ટકા સુધી પૂર્ણ કરી હોવાનું નિવેદન રાજ્યના મહેસૂલ સચિવ કૌશિક પટેલ એ આપ્યું હતું. જ્યારે ફક્ત 24 જેટલા ગામને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હોવાનું નિવેદન પણ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ એ આપ્યું હતું.

16 ડિસેમ્બર, 2019- બુલેટ ટ્રેન: ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી

સુરત: કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી અટકી પડે તેવી શક્યતાઓ છે. જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહીં આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના 50 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ ઉપરાંત પ્રોજેકટના અસરગ્રસ્ત 70 જેટલા મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે.

23 નવેમ્બર, 2019 - અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજ્કેટથી રસ્તાઓ બ્લોક થવા પર વિવાદ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે જલ્દીથી જ પુરું થવા જઇ રહ્યું છે. પરંતુ, જો મહારાષ્ટ્રમાં શિવસેના- કોંગ્રેસ-NCP સતામાં આવે તો નેશનલ હાઇ-સ્પીડ રેલવે કોર્પ (NHSRCL) હેઠળના પ્રોજેક્ટથી બ્લોક થઇ રહેલા રસ્તાઓને અડચણરૂપ બની શકે તેમ છે.

19 સપ્ટેમ્બર, 2019- બુલેટ ટ્રેન: રાજ્ય સરકારના જમીન સંપાદનને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે 100 ખેડૂતોની અરજી ફગાવી

વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન અમદાવાદ - મુંબઈ વચ્ચે 508 કીમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવે ખેડૂતોની માગ ફગાવી દીધી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની ખેડૂતોની માગ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જોકે ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે યોગ્ય વળતર માટેનો માર્ગ ખુલ્લો રાખતા કોર્ટે યોગ્ય સતાધિશો સમક્ષ રજુઆત કરવાનો આદેશ કર્યો હતો.

30 જૂન, 2019 - બુલેટ ટ્રેન યોજના સંબંધિત PMOએ આપ્યો જવાબ, 54 હજાર વૃક્ષ કપાતા રોકવાની માગ !

ન્યૂઝ ડેસ્ક: મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબા બુલટે ટ્રેન પ્રોજક્ટ યોજના અંતર્ગત કામ સંભાળી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શનિવારે મેંગ્રોવના ઝાડ કાપવા સંબંધિત નિવેદન આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ગ્રીન એક્ટીવિસ્ટે આપેલી અરજી પર્યાવરણ વિભાગ પાસે મોકલી આપી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા મેંગ્રોવના વૃક્ષને નુકશાન થાય તેના માટે ફરી વાર ડિઝાઈન બનાવી છે.

24 જૂન, 2019 - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વેગ પકડશે, ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે જમીન સંપાદન

મુંબઈ-અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખેડૂતોનાં વિરોધના કારણે વિલંબમાં મુકાયો હતો. પણ હવે આ પ્રોજેક્ટ સામેનો અવરોધ દુર થયો છે. પ્રોજેક્ટ પર કામ કરતી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે એવી આશા વ્યક્ત કરી છે કે, ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનનું કામ પુરૂ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.