ETV Bharat / state

Unseasonal Rain: નવસારીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકને નુકસાનની વકી - Due to Unseasonal Rain Navsari Farmers in Trouble

નવસારીમાં ભરઉનાળે વરસાદી માવઠું આવતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. અહીં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

Unseasonal Rain: નવસારીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકને નુકસાનની વકી

author img

By

Published : Mar 6, 2023, 8:44 PM IST

કેરીના પાકને નુકસાન થવાની શક્યતા

નવસારીઃ દક્ષિણ ગુજરાત સહિત નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ગાજવીજ સાથે બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે શહેર સહિત જિલ્લામાં આજ સવારથી અચાનક વરસાદી માહોલ જેવા વાદળો છવાઈ ગયા છે. તો આગાહીના પગલે આજે બપોરે 2 વાગ્યા બાદ શહેરમાં આકાશમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.

આ પણ વાંચોઃ Unseasonal Rains : અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં થયું નુકશાન

ખેડૂતોની ચિંતા વધીઃ જિલ્લાના વાંસદા અને ચિખલી પંથકમાં વરસાદની ઝાપટાંની શરૂઆત થતાં ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમ જ આજે સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેના કારણે વરસાદી માહોલ બન્યો હતો. એટલે ગરમીમાં ઘટાડો થયો હતો. તો ઠંડા પવનો ફૂંકાવવાની શરૂઆત થતાં ગરમીના માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

બપોર બાદ વાતાવરણ પલટાયું
બપોર બાદ વાતાવરણ પલટાયું

ગ્રામ્ય પંથકમાં વરસાદઃ આગાહીના પગલે આજે બપોરે 2 કલાક બાદ નવસારી શહેરમાં અને ગ્રામ્ય પંથક ચિખલી, વાંસદામાં અવકાશમાં ગાજવીજ બાદ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. એટલે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં વરસાદી ઝાપટું આવતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Bhavnagar Rainfall: ફાગણ મહિનામાં ફોરા પડ્યા, ડુંગળીના પાક પર પાણી ફર્યું

કેરીના પાકને નુકસાન થવાની શક્યતાઃ કેરી જિલ્લામાં હવામાન વિભાગના આગાહીના પગલે વરસાદી ઝાપટાં પડવાથી ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. હાલ જિલ્લામાં મોટી સંખ્યામાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. કેરી પકવતા ખેડૂતો આ કેરી પાક પર પોતાની આજીવિકા ચલાવતા હોય છે. તેથી આ માવઠાંના કારણે કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ચીકુ, શાકભાજીના પાકોને વ્યાપક નુકસાની ભીતિ સર્જાઈ છે.

ખેડૂતોના પાકને નુકસાનની ભીતિઃ ખાસ કરીને કેરીના પાકમાં અત્યારે આંબા ઉપર મંજરીની સાથે ફ્રુટ સેટિંગ થઈ રહ્યું છે અને આંબા ઉપર મોર સાથે કેરી આવવાની પણ શરૂઆત થઈ છે. ત્યારે આ કમોસમી માવઠાંની મારથી આંબા પર લાગેલા મોરનું ખરણ થવાથી તથા પાકને ફૂગજન્ય રોગ લાગવાની ભીતિને પગલે ખેડૂતોએ તૈયાર કરેલા પોતાના ઉભા પાકને મોટું નુકસાન થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.