ETV Bharat / state

નવસારી: ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે ડૉ. મયુર પટેલની સતત ત્રીજીવાર નિમણુંક - ડૉ. મયુર પટેલ

ગુજરાતમાં ખેલ મહાકુંભે ખેલાડીઓના સપનાઓને નવી પાંખો આપી છે, પરંતુ નેશનલ અને ઓલમ્પિક ગેમ્સમાં રમવા માટે ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશનની મુખ્ય ભુમિકા હોય છે. ત્યારે નવસારીના પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલની સતત ત્રીજીવાર ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે નિમણુંક થઇ છે.

ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે ડૉ. મયુર પટેલની સતત ત્રીજીવાર નિયુક્તિ

author img

By

Published : Dec 10, 2020, 8:00 PM IST

  • આગામી 4 વર્ષ માટે કારોબારી સભ્ય તરીકે સર્વાનુમતે થઇ નિમણુંક
  • ડૉ. મયુર વિવિધ રમતગમત સંગઠનો સાથે પણ જોડાયેલા છે
    ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે ડૉ. મયુર પટેલની સતત ત્રીજીવાર નિયુક્તિ

નવસારી : ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશનની સામાન્ય સભા ઝૂમ મીટીંગ દ્વારા ઓનલાઈન મળી હતી. જેમાં ગુજરાત રાજ્ય અને નવસારી જીલ્લાના વિવિધ રમતગમત મંડળોમાં જોડાયેલા અને નારણલાલા કોલેજ, નવસારી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલ, જે વર્ષોથી એસોસીએશન સાથે સંકળાયેલા છે, એમની સતત ત્રીજીવાર ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનમાં કારોબારી સમિતિના સભ્ય તરીકે ચાર વર્ષ માટે સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ જજ સુંદરરાજન શાહ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના નિરિક્ષક તરીકે સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોક્સી પણ હાજર રહ્યા હતા.

નવસારી જિલ્લા માટે ગૌરવની વાત

ઓલમ્પિક એસોસીએશનમાં ડૉ. મયુર પટેલની સતત ત્રીજી વખત નિમણુંક, નવસારી જિલ્લા માટે ગૌરવની વાત છે. ડૉ. પટેલની નિયુક્તિને એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી સહિત નવસારી ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ એસોસિએશનના બોમી જાગીરદાર, ડૉ. રૂસ્તમ સદરી, ડૉ. ભાવેશ દેવતા, ફરેદુન મિરઝા, સભ્યો અને રમત-ગમત પ્રેમીઓએ વધાવીને અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.