નવસારી: અરબી સમુદ્રમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાનો ખતરો દક્ષિણ ગુજરાત પરથી ટળ્યો છે અને વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે. પરંતુ ભારે પવનો સાથે વરસાદની સંભાવનાને જોતા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં આગળના વાવાઝોડાઓ વખતે અડગતાથી સામનો કરતા જલાલપોરના દિવાદાંડી-ગામને સરપંચની સતર્કતાને કારણે પહેલીવાર ખાલી કરાવવામાં આવ્યું છે.
અરબ સાગરમાં બનેલા લો-પ્રેશરને કારણે સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની દહેશતને કારણે નવસારી જિલ્લા તંત્રએ કાંઠાના ગણદેવી અને જલાલપોર તાલુકાઓના કુલ 42 ગામોને સતર્ક કર્યા હતા.

સાથે જ બંને તાલુકાના 7 ગામોને અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની મદદથી ખાલી કરાવવામાં આવ્યા છે. જેમાં પણ જલાલપોર તાલુકાના અંતિમ ગામ દિવાદાંડી-માછીવાડ ગામ, જે ગત વર્ષોમાં અષાઢી બીજના દિવસે હાઈ ટાઇડ દરમિયાન બેટમાં ફેરવાય હતા. જેથી વાવાઝોડાઓની સંભાવના હોવા છતાં 5 હજારથી વધુ વસ્તીવાળા દિવાદાંડી-માછીવાડ ગામને ખાલી કરવામાં આવ્યું છે.

સરપંચ સુનિલ ટંડેલ દ્વારા ગ્રામજનો સાથે બેઠક કરી તેમને સમજાવવીનેે તેમને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. જ્યારે ગામના ઘણા લોકોએ પોતાના સંબંધીઓને ત્યાં આશ્રય લીધો છે. સાથે જ ગામમાં જિલ્લા વહીવટી અધિકારીઓ સાથે પોલીસ તેમજ NDRFની ટીમોને તૈનાત કરાવામાં આવી છે.