ETV Bharat / state

Dhingla Bapa : 100 વર્ષથી પરંપરાગત ઢીંગલા બાપા પ્રત્યે લોકોની આસ્થા કઈક અલગ

author img

By

Published : Jul 29, 2022, 12:31 PM IST

નવસારીમાં 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને (Dhingla Bapa in Cholera Epidemic) નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના (Dhingla Bapa Procession in Navsari) આદિવાસી પરિવારે જાળવી રાખ્યો છે.

Dhingla Bapa : 100 વર્ષથી પરંપરાગત ઢીંગલા બાપા પ્રત્યે લોકોની આસ્થા કઈક અલગ
Dhingla Bapa : 100 વર્ષથી પરંપરાગત ઢીંગલા બાપા પ્રત્યે લોકોની આસ્થા કઈક અલગ

નવસારી : નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ (Dhingla Bapa in Cholera Epidemic) હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મૃત્યુ બાદ બીજુ મૃત્યુ થતુ હતુ. જેથી નવસારી વાસીઓ ચિંતામાં મુકાયા હતા, ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મૂક્યો કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન (Discharge Into Purna River) કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યું અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો.

100 વર્ષથી પરંપરાગત ઢીંગલા બાપા પ્રત્યે લોકોની આસ્થા કઈક અલગ

આ પણ વાંચો : cholera pandemic : વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે કોલેરાના 50 કેસ નોંધાયા

સાફો પહેરાવી સિગરેટ પીવડાવે - રતિલાલ રાઠોડે બનાવેલો ઢીંગલો એક માટીમાંથી (Dingla Bapa in Navsari) બનાવેલું મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી, ત્યારબાદ દિવસેને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની (Immersion of Dhingla Bapa in Purna River) શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો. જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દર વર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં જલારામ બાપાની 221મી જન્મજયંતીની સાદાઈથી ઉજવણી

લોકોની આસ્થા - લોકો ઢીંગલા બાપાની માનતા રાખી દર્શનમાં (Dhingla Bapa Procession in Navsari) અને શ્રદ્ધા પૂર્વક શોભાયાત્રામાં પણ જોડાય છે. દિવસેને દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ બને છે અને દાંડીવાદથી પૂર્ણા નદી સુધીના રુટ પર મેળો ભરાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા કે જીવનની કંઈપણ સમસ્યા હોય એનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે. જેથી લોકો માનતા પણ પુરી કરતા હોય છે. ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગરેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.