નવસારી : રાજસ્થાની વેપારી બની આવેલા સુરતના નિખિલ પટેલે નવસારીના હીરા દલાલની મદદથી હીરાના વેપારી ભુરા દેસાઈ પાસેથી 28.34 લાખ રૂપિયાના હીરા જોવા મંગાવ્યા હતા. બાદમાં ભુરા દેસાઈને રૂપિયા ભરેલો ડબ્બો બતાવી હીરા જોવાના બહાને ઓફિસમાંથી બહાર નીકળી નિખિલ (Diamond Theft in Navsari) ફરાર થઈ ગયો હતો. સમગ્ર પ્રકરણમાં ટાઉન પોલીસ મથકમાં ગુનો (Theft Crime in Navsari) નોંધાયા બાદ હરકતમાં આવેલી પોલીસે નવસારીના દલાલ અને ઓફીસ માલિકની ધરપકડ (Police Arrest Diamond Thief in Navsari) કરી હતી.
નવસારી LCB પોલીસની ટીમ ગોવા પહોંચી
નવસારી LCB અને ટાઉન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી બે આરોપી સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે પોલીસે સુરતમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ચકાસતા વરાછામાં રહેતા દીપક ઉર્ફે નિખિલ હોવાનું સામે આવ્યુ હતુ. જેના આધારે આરોપી ગોવા અને રાજસ્થાનમાં હોવાની કડી મળ્યા બાદ નવસારી LCB પોલીસની ટીમ ગોવા પહોંચી હતી. ત્યાં વિદેશી ટુરિસ્ટની ત્યાં ભીડ વધુ હોય, એવા બીચ પર તપાસ કરતા આરોપી દિપક આર બોલ બીચ પરથી ઝડપાયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેનો અન્ય સાથી રાજસ્થાનનો મોહિત સેન અને સુરતના રસિકનું નામ ખુલ્યુ હતુ.
ભાડાના મકાનમાંથી ચોરાયેલા હીરાના પેકેટ મળી આવ્યા
જ્યારે દીપકના ભાડાના મકાનમાંથી પોલીસે 28.34 લાખના હીરા રિકવર કર્યા હતા. ટાઉન પોલીસની ટીમે રાજસ્થાનથી મોહિતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં આરોપી દિપક રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે, જેની સામે સુરતમાં બે અને ભાવનગરમાં એક મળી આજ પ્રકારના ત્રણ ગુના નોંધાયા છે. જ્યારે આરોપી રસિકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: સુરતની એક કમ્પનીએ તૈયાર કરી 20 લાખની હીરા જડિત છત્રી
આરોપી દિપક ચોરીના હીરા સુરત અને મુંબઈમાં વેચતો
સુરતના વરાછા સ્થિત આનંદ વાટિકા સોસાયટીમાં રહેતો 32 વર્ષીય દિપક દેવાણી નામ બદલીને ગુનાને અંજામ આપ્યો હતો. નવસારીમાં દીપકે પોતાનું નામ નિખિલ પટેલ જણાવ્યુ હતુ. જ્યારે અગાઉ અજય વવાડિયાના નામે છેતરપિંડી આચરી હતી. દીપકે અગાઉ સુરતના બે અને ભાવનગરના એક હીરા વેપારીને ચૂનો ચોપડી, લાખોના હીરા ચોર્યા હતા. હીરા ચોરી કર્યા બાદ થોડો સમય સુધી રાહ જોતા હતા અને યોગ્ય સમય જોઈને હીરા સુરતના રસિકની મદદથી સુરત અથવા મુંબઈમાં હીરા વેચી દેતા હતા.
હીરા ચોર્યા બાદ દીપક અને મોહિત સાપુતારાથી જોધપુર પહોંચ્યા
નવસારીથી હીરા ચોર્યા બાદ દીપક અને મોહિત બંને બાઈક લઈ ચીખલી ભાગી છૂટ્યા હતા. જ્યા બાઈક છોડી ત્યાંથી સાપુતારા પહોંચી ગયા હતા. બાદમાં ત્યાંથી રાજસ્થાનના જોધપુર મોહિતના ઘરે પહોંચ્યા હતા. જયાં 4 દિવસ રોકાયા બાદ દિપક પટેલ ગોવા જતો રહ્યો હતો. ગોવામાં પણ આલમ બોર બીચ કે જ્યાં રશિયન ટૂરિસ્ટ વધારે હોય છે. એની નજીક ઘર ભાડે રાખીને રહી રહ્યો હતો. આ વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટી ઓછી હોવાથી પોલીસને ટ્રેસ કરવામાં મુશ્કેલી નડી હતી. જેથી પોલીસે પણ ટૂરિસ્ટ બનીને આરોપી (Navsari police Arrested Thieves from Goa) દીપકને દબોચી લીધો હતો.
આ પણ વાંચો: ભાવનગરના નામચીન હીરાની પેઢીનું બિલ્ડીંગ ફાયર વિભાગે કર્યું સિલ