ETV Bharat / state

વિજલપોરમાં ધુળેટી લોહિયાળ બની

નવસારીના વિજલપોરના લક્ષ્મી નગર-2માં ગઈકાલે ધુળેટીના પર્વ પર ઉત્તર ભારતીયો એકબીજા પર રંગ નાંખવાના ઉલ્લાસમાં હતા, પરંતુ અચાનક યુવાનોના બે જૂથોમાં રંગ લગાવવા મુદ્દે વિવાદ થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં બે યુવાનોના માથા ફૂટ્યા હતા. જ્યારે અન્ય એક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

વિજલપોરમાં ધુળેટી લોહિયાળ બની
વિજલપોરમાં ધુળેટી લોહિયાળ બની
author img

By

Published : Mar 30, 2021, 8:00 AM IST

  • વિજલપોરના લક્ષ્મી નગર-2 માં બે જૂથ બાખડયા
  • રંગ લગાવવા બાબતે બે જૂથ વચ્ચે ઉછળ્યા લાકડા
  • જૂથ અથડામણમાં ત્રણ લોકોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા

નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારના લક્ષ્મી નગર-2 સોસાયટીમાં ગઈકાલે ધુળેટીના પર્વ પર યુવાનોના બે જૂથોમાં રંગ લગાવવા મુદ્દે વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં બંને જૂથો વચ્ચે લાકડા ઉછળતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિજલપોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

રંગોના પર્વના ઉલ્લાસમાં રંગ લગાવવાની વાતે જ પડયો ભંગ

વિજલપોરના લક્ષ્મી નગર-2માં ગઈકાલે ધુળેટીના પર્વ પર ઉત્તર ભારતીયો એકબીજા પર રંગ નાંખવાના ઉલ્લાસમાં હતા, પરંતુ અચાનક યુવાનોના બે જૂથોમાં રંગ લગાવવા મુદ્દે વિવાદ થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં લાકડા ઉછળતા બે યુવાનોના માથા ફૂટ્યા હતા. જ્યારે અન્ય એક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે યુવાનોના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિજલપોર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચ્યા બાદ બંને પક્ષોને પોલીસ મથકે બોલાવીને કાયદાકીય કાર્યવાહી કરી હતી.

ધુળેટીમાં નશો કરીને ફરનારા લોકો સામે પણ કાર્યવાહી

નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે ધુળેટી પર્વને ધ્યાનમાં રાખીને ક્યાંક અનિચ્છનીય ઘટના ન બને એ હેતુથી બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો નશો કરીને ફરનારાઓને પકડીને તેમની સામે કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: પાટણમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.