નવસારી : ધોળાપીપળા પાસે નશાનો સામાન વેચવા આવેલા શખ્સને નવસારી SOGએ ઝડપી (drugs dealing person caught in Navsari) પાડ્યો છે. ગેરકાયદેસર રીતે નશાનો વેપલો કરતા શખ્સને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ નશાનો વેપલો કરતા શખ્સો કોઈપણ સંજોગમાં કે આવી કડક સજાઓથી સહેજ પણ ગભરાયા વગર આ નશાના કારોબારમાં રચ્યા પચ્યા રહે છે. (Posh Doda selling man caught in Navsari)
આ પણ વાંચો પોલીસ હોય એટલે દાદાગીરી ચલાવવાની ? દારૂના નશામાં કંડકટર સાથે ઝપાઝપી કરી
પોષ ડોડાનો પાવડર વેચતો ઉલ્લેખનીય છે કે, આ નશાનો વેપાર કરવા માટે પોતાનું સેતાની દિમાગ વાપરી આ ધંધાને વેગ આપતા હોય છે. નવસારીમાં પણ આવો જે શખ્સો નશાનો સામાન વેચતા ઝડપાયો છે. નવસારી જિલ્લાના બીલીમોરાનો ગોરધનરામ મિસ્ત્રી પોષ ડોડાનો પાવડર વેચવા માટે નવસારીના ધોળાપીપળા પાસે આવ્યો હતો. આ શખ્સ અજાણ્યા ટ્રક ડ્રાઇવરને નશાનો સામાન એટલે કે પોષ ડોડાનો પાવડર વેચવા જતા નવસારી SOGની ટીમે આ આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. (Dholapipla Posh Doda selling man caught)
આ પણ વાંચો અમદાવાદમાં નશા માટે કફ સિરપની બોટલો વેચતો વિદ્યાર્થી ઝડપાયો, એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો
પાવડર કબ્જે કર્યો આરોપીની તપાસ કરતા આરોપી ગોવર્ધનરામ પાસેથી 7230 નો 2.410 કિલો પોષ ડોડાનો પાવડર કબ્જે લેવામાં આવ્યો હતો. સાથે પોલીસે ઘટના સ્થળેથી એક કાર મોબાઈલ પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ 1.17 લાખનો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કર્યો હતો. નવસારી SOG પોલીસે આરોપી ગોરધનરામ સામે ગ્રામ્ય પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ ને વેગ આપ્યો છે.(Navsari Crime News)