ETV Bharat / state

Navsari Monsoon News : દેવધા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા, ગણદેવી તાલુકાના 13 ગામો એલર્ટ પર - જીગર પટેલ સરપંચ દેવધા ગામ

નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવતા ડેમમાં 40 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી અંબિકા નદીમાં 13,700 ક્યુસેક પાણીની આવકમાં વધારો થશે.

Navsari Monsoon News : દેવધા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા, ગણદેવી તાલુકાના 13 ગામો એલર્ટ પર

author img

By

Published : Jun 27, 2023, 7:10 PM IST

દેવધા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા

નવસારી : દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ગણદેવી તાલુકામાં આવેલા દેવદા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને આસપાસના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા અંબિકા નદીમાં આશરે 13,700 ક્યુસેક પાણીની આવક થશે.

દેવધા ડેમના દરવાજા ખોલ્યા : દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં આજે યલો એલટ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના તમામ 40 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સિંચાઈ વિભાગ દ્વારા 40 દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવતા ડેમના દરવાજા ખોલવામાં આવતા અંબિકા નદીમાં 13,700 ક્યુસેક પાણીની આવકનો વધારો થશે.

આજે સિંચાઈ વિભાગ દ્વારા દેવતા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગામમાં કોઈ અનિચ્છનીય આ ઘટના ન બને તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવકનું મોનિટરિંગ સતત અમારા માધ્યમથી રાખવામાં આવી રહ્યું છે.-- જીગર પટેલ (સરપંચ,દેવધા ગામ)

યલો એલર્ટ : નવસારી જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નવસારી શહેર અને જિલ્લામાં પડી રહેલા ધીમી ધારના વરસાદે સમગ્ર પંથકને પાણી પાણી કર્યું છે. જેને લઇને શાકભાજી માર્કેટ વિસ્તાર, જયશંકર પાર્ટી પ્લોટ રોડ, સિંધી કેમ્પ, ડેપો સ્ટેશન રોડ, ટીગરા રોડ વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. શાકભાજી માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ જિલ્લાના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ચીખલી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ હતી. ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

  1. Gujarat Monsoon Update : ગુજરાતમાં મેઘરાજાના મંડાણની તૈયારીઓ, હવામાન વિભાગે અહીં ધોધમાર વરસાદની આગાહી કરી
  2. Monsoon Festival : સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે, લાખો લોકો હરિયાળી વચ્ચે આદિવાસીઓના ભોજનની લિજ્જત માણશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.