ETV Bharat / state

સુરત ફાયર વિભાગના જવાનનો પૂર્ણા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

author img

By

Published : Jun 13, 2021, 5:18 PM IST

સુરતના ફાયર જવાનનો પૂર્ણા નદીમાંથી મૃતદેહ મળ્યો હતો. ત્યારે, સુરતની ફાયર વિભાગની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસ અને પરિવાર દ્વારા આત્યહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

સુરત ફાયર વિભાગના જવાનનો પૂર્ણા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ

  • ઘરે ઝઘડો થતાં ફાયરનો જવાન 2 દિવસથી ઘરેથી હતો ગાયબ
  • ફાયરના જવાનનો પૂર્ણામાં કુદકો માર્યો હોવાની આશંકા
  • સુરતના ફાયર ફાઇટરોએ 2 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધ્યો

નવસારી: નવસારી-બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક આવેલી પૂર્ણા નદીમાં સુરતના ફાયર જવાને મોતની છલાંગ મારી હતી. યુવાનની કાર પુલ પરથી મળતા શનિવારે સુરતની ફાયર વિભાગની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી નવસારી ગ્રામ્ય પોલીસે યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સાથે જ અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ધોળાપીપળા પાસે બેફામ દોડતા ટેન્કરે ખેત મજૂરને અડફેટે લીધો

યુવાનના મોતનું કારણ અકબંધ

સુરતના ખજોદ-આભવા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય રોની પટેલ સુરત SMCના ફાયર વિભાગમાં 7 વર્ષથી ફાયર ફાઇટર તરીકે ફરજ બજાવતો હતો. સુખી-સંપન્ન પરિવારના રોનીનો 2 દિવસ અગાઉ તેના પરિવાર સાથે કોઈક વાતે ઝઘડો થયો હતો. ત્યારબાદ, આવેશમાં રોની ઘરેથી મગદલ્લા જવાનું કહીને નીકળી ગયો હતો. પરંતુ, મોડી રાત સુધી રોની ઘરે પરત ન પહોંચતા, તેની પત્ની અને માતા ચિંતિત બન્યા હતા. પરિવારજનોએ મિત્રો અને સંબંધીઓને જાણ કરતા રોનીની શોધખોળ શરૂ થઈ હતી. આ દરમિયાન, નવસારી-બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદીના પુલ પાસે રોનીની કાર મળી આવતા મિત્રોએ સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી સુરત ફાયર વિભાગના લાશ્કરોએ તાબડતોબ નવસારી આવી પૂર્ણા નદીમાં રોનીની શોધખોળ આરંભી હતી. 2 કલાકની જહેમત બાદ પૂર્ણમાંથી રોનીનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક રોની પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: નવસારીના અલીફ નગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

પરિવારે એકનો એક દિકરો ગુમાવ્યો

ખજોદનો રોની પટેલ પરિવારનો એકનો એક દીકરો હતો. રોની દ્વારા ભરાયેલા અવિચારી પગલાંને કારણે તેની માતા, બહેન, પત્ની અને 3 વર્ષની દીકરીએ પરિવારનો એકનો એક આધાર ગુમાવ્યો છે. જેથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી.

રોનીની આત્મહત્યાનું કારણ અકબંધ

સુખી-સંપન્ન પરિવારના રોની પટેલે અચાનક આત્મહત્યાનું પગલું ભર્યુ એ કોઈના માનવામાં આવતું નથી. ખાસ કરીને ફાયર ફાઇટર તરીકે ફરજ બજાવતો રોની પૂર્ણા નદીમાં ડૂબીને મૃત્યુ પામે એ વાત પણ તેના મિત્રોના ગળે ઉતરતી નથી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં રાનીને આર્થિક, સામાજિક કે અંગત કોઈપણ પ્રકારની તકલીફ ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ રોની પટેલની આત્મહત્યાનું ખરૂ કારણ જાણી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.