ETV Bharat / state

નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન

author img

By

Published : Jun 6, 2021, 1:13 PM IST

કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોનાની વેક્સિન કારગર સાબિત થઈ શકે એમ છે. જેથી કેન્દ્ર સરકારે તબક્કાવાર નાગરિકોને વેક્સિન આપવાની યોજના ઘડી હતી. જેમાં ગત 1 મે, 2021 થી રાજ્યમાં 18થી 44 વર્ષના યુવાનોને કોરોનાની વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના વેક્સિનના ડોઝ ઓછા હોવાને કારણે નવસારીમાં યુવાનો માટે રસીકરણ અટક્યું હતુ. જે આજે 34 દિવસો બાદ શરૂ થયું છે.

નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન
નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન
  • યુવાઓએ સવારથી જ ઉત્સાહ બતાવી રસીકરણ કેન્દ્રો ઉપર લગાવી લાઇન
  • ઓનલાઈન રજિસ્ટ્રેશનને આધારે મળેલા ટોકન નંબર પ્રમાણે આપવામાં આવી વેક્સિન
  • ચીખલીના હોન્ડ PHC પર સર્વર ધીમું ચાલતા યુવાનોએ કરી ભીડ

નવસારી: ગુજરાત સરકાર દ્વારા આજથી રાજ્યમાં 18થી 44 વર્ષના યુવાનો માટે કોરોના વેક્સિનેશન શરૂ કર્યુ છે. નવસારી જિલ્લામાં પણ 20 રસીકરણ કેન્દ્રો પરથી રજિસ્ટર થયેલા 4,000 યુવાઓને આજે પ્રથમ દિવસે કોરોના રસી આપવામાં આવી હતી. યુવાનોએ પણ સવારથી રસીકરણ કેન્દ્રો પર ઉત્સાહ સાથે લાઇન લગાવી હતી. જેમા ચીખલીના હોન્ડ PHC પર સર્વર ધીમું ચાલતું હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું ન હતુ અને યુવાનોએ ભીડ કરી હતી.

રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો હતો જે 34 દિવસ બાદ શરૂ થયો

કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોનાની વેક્સિન કારગર સાબિત થઈ શકે એમ છે. જેથી કેન્દ્ર સરકારે તબક્કાવાર નાગરિકોને વેક્સિન આપવાની યોજના ઘડી હતી. જેમાં ગત 1 મે, 2021 થી રાજ્યમાં 18 થી 44 વર્ષના યુવાનોને કોરોનાની વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના વેક્સિનના ડોઝ ઓછા હોવાને કારણે નવસારીમાં યુવાનો માટે રસીકરણ અટક્યું હતુ. જે આજે 34 દિવસો બાદ શરૂ થયું છે.

આ પણ વાંચો: Corona vaccination Update - પાટણમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોના વેક્સિનેશનનો પ્રારંભ

4,000 યુવાનોને કોરોનાની રસી આપવાનું આયોજન

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 6 તાલુકાઓમાં 20 રસીકરણ કેન્દ્ર ક્રિયાન્વિત કરી એક કેન્દ્ર પર 200 પ્રમાણે 4,000 યુવાનોને કોરોનાની રસી આપવાનું આયોજન કર્યુ છે. કોરોના રસી આપવાની જાહેરાત થતાં જ નવસારીના યુવાનોએ હરખભેર રજીસ્ટ્રેશન કરાવી જિલ્લાના રસીકરણ કેન્દ્રો પર સવારથી જ લાઇન લગાવી હતી અને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ યુવાનોએ રસીકરણ કાર્યક્રમને આવકારીને કોરોના રસી લેવા માટે અપીલ કરી હતી. સાથે જ વેક્સિનની કોઈ આડઅસર નથી અને ત્રીજી લહેરની વાતો થઇ રહી છે. ત્યારે વેક્સિન લીધી હશે તો કોરોના સામે રક્ષણ મળવાની સંભાવના વધી જશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ - 39 સેન્ટર પર 7,170 લોકોનું થયું રસીકરણ

નવસારી જિલ્લામાં હાલ 11 હજાર કોરોના વેક્સિનના ડોઝ ઉપલબ્ધ

નવસારી શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર અગાઉથી રજિસ્ટ્રેશન બાદ મળેલા ટોકનને આધારે યુવાનોને રસી અપાઇ હતી. જેમાં ચીખલી તાલુકાના હોન્ડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સર્વર ધીમું રહેવાને કારણે વેક્સિનેશનમાં વિલંબ થયો હતો. જેથી કેન્દ્ર ઉપર યુવાનોની ભીડ થઈ ગઈ હતી અને સોશ્યલ ડિસ્ટનસિંગ જળવાયુ ન હતુ. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લા વેક્સિનેશન સેન્ટર ખાતે કોરોના વેક્સિનના 11,000 ડોઝ ઉપલબ્ધ છે અને સરકાર દ્વારા આ જ રીતે વેક્સિનના ડોઝ ફાળવવામાં આવતા રહેશે. જેની સાથે જ વેક્સિનેશન કાર્યક્રમ આ જ પ્રમાણે જિલ્લાના ૨૦ કેન્દ્રો પર ચાલુ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.