ETV Bharat / state

Corona Cases in Navsari: સરકાર નિર્ણય કરે કે ન કરે, તે પહેલા જ નવસારીની બે શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ બંધ

નવસારી જિલ્લામાં વધતા કોરોનાના કેસમાં વિદ્યાર્થીઓ પણ સંક્રમિત(Corona Cases in Navsari) થઈ રહ્યા છે. ગત 34 દિવસોમાં નવસારીમાં 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત(Corona Infected Students in Navsari) થતા શાળા અને વાલીઓની ચિંતા વધી છે. જેમાં નવસારીની બે શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ(Education Sector in Navsari) કર્યું છે. જેમાં પણ પરિસ્થિતિનો રિવ્યૂ કર્યા બાદ શાળા ચાલુ રાખવી કે કેમ એના ઉપર નિર્ણય લેવાશે.

Corona Cases in Navsari: સરકાર નિર્ણય કરે કે ન કરે નવસારીની બે શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ બંધ

author img

By

Published : Jan 5, 2022, 11:16 AM IST

નવસારીઃ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસ વધતા ભારતના ઘણા રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્ર અને ગોવામાં શાળાઓ બંધ કરી દેવા આવી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ શાળાઓમાં વધવા છતાં સરકાર હજી કોઈ નિર્ણય નથી લઈ શકી. હાલ નવસારી જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ કોરોનાની(Corona Cases in Navsari) ચેપટમાં આવી રહ્યા છે. ત્યારે ગત દિવસોની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં 21 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત(Corona Infected Students in Navsari) થયા હતા. ત્યારબાદ નવા વર્ષના પ્રારંભથી જ નવસારીની શાળાઓમાં કોરોના સંક્રમણ(Corona Transition in Navsari Schools) વધ્યું છે.

નવસારીની શાળાઓમાં કોરોના સંક્રમણની ભીતિ

કોરોનાની સ્થિતિનો રિવ્યુ કર્યા બાદ શાળાઓ ઑફ લાઈન ચલાવવાનો કરાશે નિર્ણય

જિલ્લાની AB હાઇસ્કુલમાં ત્રણ દિવસોમાં 15 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ(Teachers in Navsari are Positive) આવતા અન્ય શાળાઓ અને વાલીઓ ચિંતામાં(Education Sector in Navsari) મુકાયા છે. જેના પરિણામે શહેરના છાપરા રોડ સ્થિત SGM સીરોયા સ્કુલ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય એને ધ્યાને રાખી શાળામાં ધોરણ 1 થી 5ના ઑફલાઇન વર્ગો અઠવાડિયા સુધી બંધ કરી, ઓનલાઇન શિક્ષણ(Online Education in Navsari) શરૂ કર્યું છે. સાથે ધોરણ 6 થી 12 સુધીના વર્ગોને પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બે દિવસો માટે ઓનલાઈન કરવામાં આવ્યું છે.

ધોરણ 12ના વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને ચિંતા

આ ઉપરાંત શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિનો રિવ્યૂ કર્યા બાદ ધોરણ 11 સુધીના વર્ગો શરૂ કરવા કે કેમ એના ઉપર વિચાર કરવામાં આવશે. જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓનુ ભવિષ્ય બગડે નહીં, તેને ધ્યાને રાખીને ઑફલાઇન(Offline Education in Navsari) વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પ્રેક્ટીકલ વિષયો પર ધ્યાન આપવામાં આવશે. જ્યારે દાંતેજ ગામે આવેલી ડિવાઇન પબ્લિક સ્કુલ અને ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા પણ કોરના સંક્રમણને ધ્યાને રાખી બુધવારથી શનિવાર 4 દિવસ ધોરણ 1 થી 5ના ઑફ લાઈન વર્ગો બંધ કરી, ઓનલાઇન શિક્ષણ આરંભ્યું છે.

શાળામાં રીસેસ અને ટ્રાન્સપોર્ટેશનમાં બાળકો ભેગા થતા સંક્રમણ વધવાની ભીતી

SGM સીરોયા સ્કૂલ અને ડિવાઇન પબ્લિક સ્કુલ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં કોરોના ગાઇડલાઇનનું(Corona Guideline in Gujarat School) પૂરતું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓ નાના હોય ભેગા થઇ જતા હોય છે. સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે. આ તમામ પરિસ્થિતિઓને જોતા શાળાએ ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

વાલીઓની પણ ઑફલાઈનને બદલે ઓનલાઈન વર્ગોની માંગ

વિદ્યાર્થીઓમાં વધતા કોરોના સંક્રમણને(Students Infected with Corona in Gujarat) લઈ શાળાઓ અને વાલીઓ પણ ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર છે કે શાળાઓ બંધ કરવા તૈયાર નથી. ત્યારે નવસારીની શાળાએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ લીધેલો નિર્ણય વાલીઓએ આવકાર્યો હતો.

આ પણ વાંચોઃ Corona case in Navsari: નવસારી જિલ્લામાં 30 દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો

આ પણ વાંચોઃ Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.