ETV Bharat / state

Corona case in Navsari: નવસારી જિલ્લામાં 30 દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો - Navsari Municipal Corporation

નવસારીમાં છેલ્લા ત્રણ દિવસોથી કોરોના કેસોમાં વધારો (Corona case in Navsari)જોવા મળી રહ્યો છે. જિલ્લામાં 3 દિવસમાં 25 લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે જિલ્લામાં 3 વિદ્યાર્થીઓ (Students infected with corona in Navsari )સહિત કુલ 8 લોકો કોરોના સંક્રમિત થયા છે.જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે.

Corona case in Navsari: નવસારી જિલ્લામાં 30 દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો

author img

By

Published : Dec 30, 2021, 8:41 PM IST

Updated : Dec 30, 2021, 9:17 PM IST

નવસારી: નવસારીમાં છેલ્લા ત્રણ દિવસોથી કોરોનાએ રફતાર (Corona case in Navsari)પકડી છે. ત્રણ દિવસોમાં 25 લોકો પોઝિટીવ આવવા સાથે, જિલ્લામાં ડીસેમ્બર મહિનાના 30 દિવસોમાં કોરોનાએ સદી (Corona cases rise in Navsari district)ફટકારતા 105 પોઝિટીવ કેસો નોંધાયા છે. આજે જિલ્લામાં 3 વિદ્યાર્થીઓ (Students infected with corona in Navsari )સાથે કુલ 8 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેની સામે 3 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

નવસારીમાં એક મહિનામાં 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

નવસારીમાં નવેમ્બર મહિનાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં ડિસેમ્બર મહિનાનાં આરંભથી પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી હતી અને ડિસેમ્બરના અંતમાં તો કોરોનાએ રફતાર પકડી છે. જેમાં આજે સતત ત્રીજા દિવસે જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, જેમાં ગણદેવી તાલુકામાં 4, ચીખલી તાલુકામાં 3 અને નવસારી તાલુકામાં 1 કેસ સામે આવ્યો છે.

જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 42 પર પહોંચી

આજે ગણદેવી તાલુકાની LMP રેવા હાઈસ્કૂલની 17 વર્ષીય વિદ્યાર્થીની અને 17 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યા છે, જયારે નવસારી તાલુકાની AB સ્કૂલની 13 વર્ષીય વિદ્યાર્થીની પણ સંક્રમિત થતા, તેના વર્ગના તમામ વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બંને શાળાના વિદ્યાર્થીઓના વર્ગખંડને 5 દિવસો સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે, કે નવસારી જિલ્લામાં ડીસેમ્બર મહિનાનાં પ્રારંભથી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટીવ આવી રહ્યા છે, જેમાં જિલ્લામાં એક મહિનામાં કુલ 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

નવસારીમાં મહિનામાં 75 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

જિલ્લામાં ગત નવેમ્બર મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં ત્રણ ગણા કોરોના કેસ વધ્યા છે. જેમાં જિલ્લામાં એક મહિનામાં કોરોનાના કુલ 105 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની સામે કુલ 75 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતતા સાજા થયા છે. જયારે ગણદેવીના એક વૃદ્ધનું આજ મહિનામાં કોરોનાને કારણે અવસાન થયુ હતુ. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 42 પર પહોંચી છે.

આ પણ વાંચોઃ Corona vaccination for children: બાળકોને નવો કોરોનાનો મ્યુટેન્ટ અસર નહીં કરે તેવુ માનવું તે ભ્રમ : ડૉ.પ્રવીણ ગર્ગ

આ પણ વાંચોઃ Cloth GST Protest in Ahmedabad: અમદાવાદમાં આજે GSTના વિરોધમાં 50,000 કાપડની દુકાનો બંધ, વેપારીઓએ બેનર સાથે કર્યો વિરોધ

Last Updated : Dec 30, 2021, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.