- જિલ્લામાં આજે શનિવારે વધુ 107 દર્દીઓ કોરોનાથી સાજા થયા
- નવા 56 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા
- કોરોના આજે વધુ ત્રણ લોકોને ભરખી ગયો
- નવસારીમાં અત્યાર સુધીમાં 6095 કોરોના દર્દીઓ સાજા થયા
નવસારી : જિલ્લામાં ગત દિવસોમાં સતત વધી રહેલા કોરોનાને કારણે લોકોની ચિંતા વધી હતી, પરંતુ મે મહિનાના મધ્ય બાદ કોરોના સતત હારી રહ્યો છે. નવસારીમાં આજે શનિવારે વધુ 107 દર્દીઓ કોરોનાથી સાજા થતા, જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 478 રહી છે. જેની સામે આજે નવા 56 લોકો કોરોના પોઝિટિવ થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર આજે ચીખલીના 60 વર્ષીય વૃદ્ધ અને નવસારીના બે આધેડ મળી ત્રણ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
![નવસારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-03-corona-update-photo-gj10031_29052021220334_2905f_1622306014_618.jpg)
આ પણ વાંચો : Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ
નવસારીમાં અત્યાર સુધીમાં 6749 લોકો કોરોના પોઝિટિવ થયા
નવસારી જિલ્લામાં કોરોના આવ્યાને એક વર્ષથી વધુ સમય થયો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 6749 લોકો કોરોનાની ચપેટમાં આવતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી 6095 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે સમગ્ર એક વર્ષ દરમિયાન કોરોનાથી કુલ 176 દર્દીઓએ જીવન ખોયુ છે.