ETV Bharat / state

નવસારીમાં રાખી મેળાનો પ્રારંભ થકી સખી મંડળોને મળ્યું બજાર

છેલ્લા 2 વર્ષથી કોરોનાએ કહેર મચાવી રાખ્યો છે ત્યારે કોરોનાના કરણે લોકોને ઘણા અર્થિક નુક્સાન થયા હતા. ગૃહ ઉદ્યોગ થકી પોતાના પરિવારને મદદરૂપ થતી, મહિલાઓના સખીમંડળોને કોરોના કાળમાં બજાર મળી રહે, એવા હેતુથી નવસારી નગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારીમાં રાખી મેળાનો પ્રારંભ થકી સખી મંડળોને મળ્યું બજાર
નવસારીમાં રાખી મેળાનો પ્રારંભ થકી સખી મંડળોને મળ્યું બજાર
author img

By

Published : Aug 17, 2021, 12:25 PM IST

  • રાષ્ટ્રીય શહેરી આજીવિકા મીશન અંતર્ગત પાલિકાએ યોજ્યો રાખી મેળો
  • મેળામાં 15 સ્ટોલ થકી 150 થી વધુ મહિલાને મળી રોજગારી
  • રાખડી સાથે મીઠાઈ, ચોકલેટ સહિત અન્ય વસ્તુઓનું પણ વેચાણ

નવસારી: કોરોના કારણે ઘણા આર્થિક નુકસાન થયા છે. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા બજારો ખુલ્યા મુકવામાં આવ્યા છે, પણ હજુ વેપારને વેગ નથી મળી રહ્યો. ત્યારે ગૃહ ઉદ્યોગ થકી પોતાના પરિવારને મદદરૂપ થતી, મહિલાઓના સખીમંડળોને કોરોના કાળમાં બજાર મળી રહે, એવા હેતુથી નવસારી નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજથી લક્ષ્મણ હોલ ખાતે રાખી મેળાનું આયોજન કરાયું છે.

મહિલાઓના મંડળોને મદદરૂપ થવાનો નગરપાલિકાનો પ્રયાસ

કોરોના કાળમાં બજારો લાંબા સમય સુધી બંધ રહેતા વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે બજારોમાં ધીરે-ધીરે ખરીદી જોવા મળી રહી છે. પરંતુ કોરોનાના કપરા કાળમાં ગૃહ ઉદ્યોગ થકી પોતાના પરિવારને મદદરૂપ થતી મહિલાઓના સખીમંડળો બજાર ન મળતા મુંઝાયા હતા અને તેમણે આર્થિક સંકડામણ પણ વેઠવી પડી હતી. જોકે તહેવારો શરૂ થતાં સખીમંડળો મીઠાઈ, ફરસાણ, ચોકલેટ, રાખડી સહિત અન્ય વસ્તુઓ બનાવીને બજારો શોધી રહ્યા છે. એવામાં નવસારી નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાખડી બનાવતા સખીમંડળો માટે રાખી મેળો યોજીને મહિલાઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: લોકડાઉનના પગલે આર્થિક નુકસાનીમાં ખેડૂતે ગુલાબની ખેતી કરી ગુલકંદનો ગૃહઉદ્યોગ વિક્સાવી આત્મનિર્ભર બન્યા

રાખી મેળાનો પ્રારંભ

આજે શહેરના લક્ષ્મણ હોલ ખાતે આયોજિત રાખી મેળાના ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે પ્રારંભ થયો હતો. જે 22 ઓગષ્ટ સુધી ચાલુ રહેશે, મેળામાં સખી મંડળોના 15 સ્ટોલ ચાલુ કરાયા છે. જેના થકી અંદાજે 150 થી વધુ મહિલાઓને રોજગારી મળશે. મેળામાં રાખડી સાથે જ મીઠાઈ, ચોકલેટ, ડેકોરેટિવ ડીશ, પાપડ, ડ્રેસ સહિત અન્ય વસ્તુઓનું વેચાણ થશે. સખીમંડળોએ પાલિકાના પ્રયાસને આવકારી આગામી નવરાત્રી અને દિવાળીના સમયે પણ આ પ્રકારનો મેળાનું આયોજન કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ નવસારીજનોને રાખી મેળામાં પધારવા આમંત્રણ પણ આપ્યું હતુ.

સખી મંડળોને મળશે સક્ષમતા

કોરોના કાળમાં આવા મેળા થકી સખી મંડળોને મળશે સક્ષમતા આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષ દેખાઈએ વર્ષોથી સખીમંડળોને બજાર મેળવી આપવના પાલિકાના પ્રયાસની સરાહના કરી હતી એ સાથે જ રાખી મેળા થકી મહિલાઓના સખી મંડળોને આર્થિક મદદ મળશે અને કોરોનાના કપરા કાળમાં નવસારીની જનતા પણ મેળામાં આવી મહિલાઓને મદદરૂપ થાય એવી અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.