નવસારી: સંદલપોર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ (Sandalpor Cricket Ground) પર પટેલ અને ભરવાડ સમાજ વચ્ચે થયેલી માથાકૂટમાં સમાધાન બાદ સાંજે થયેલી મારામારી (Clash In Navsari)માં 65 વર્ષીય આધેડનું મોત થતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસે હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની ધારાઓ સાથે નોંધ્યો ગુનો- નવસારીમાં ધુળેટી (Dhuleti Festival Navsari)ના તહેવારમાં સંદલપોર ગામે ગત રોજ બપોરે ક્રિકેટ રમવામાંથી ગામના પટેલ અને ભરવાડ સમાજ વચ્ચે માથાકૂટ થઈ હતી. ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે (Navsari Rural Police) સંદલપોર પહોંચી, બંને જૂથો વચ્ચે સમાધાન કરાવ્યુ હતું. પરંતુ ફરી સાંજે 7 વાગ્યાના સુમારે બંને જૂથો સામસામે આવી ગયા હતા અને લાકડા, પાઇપ જેવા હથિયારો ઉછળતા મામલો ગરમાયો હતો. જેમાં રબારીવાસના 65 વર્ષીય સુખા ભરવાડના માથામાં સામેના જૂથે લાકડાનો ફટકો મારતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
આ પણ વાંચો: Clash In Ahmedabad: ધૂળેટી પર રંગ નાંખવા બાબતે જૂથ અથડામણ, 6 આરોપીની ધરપકડ અને 10 ફરાર
કડક બંદોબસ્ત ગોઠવાયો- તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ (Navsari Civil Hospital)માં ખસેડયો હતો. સમગ્ર ઘટનાને જોતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે રાત્રી દરમિયાન પણ કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ પણ વાંચો: Haridham Sokhada controversy: હરિધામ સોખડા મંદિરનાં બે જૂથ વચ્ચે કલેક્ટર કચેરીમાં ભારે બબાલ
જૂથ અથડામણમાં સંડોવાયેલા 7ની ધરપકડ- ઘટના મુદ્દે ભરવાડ સમાજે હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો સાથે પટેલ જૂથના 17 લોકો સામે જ્યારે પટેલ સમાજે રાયોટિંગ, મારમારીની કલમો સાથે 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી 7 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને શોધી, પકડવાની કાર્યવાહી આરંભી છે.