ETV Bharat / state

નેશનલ હાઇવેની હાલત કફોડી,નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહીં ભરવાની ચીમકી - Potholes in road repair

ચોમાસામાં ભારે વરસાદના કારેણે રસ્તાઓની હાલત કફોડી બની છે. નવસારી નેશનલ હાઇવે 48 મસમોટા ખાડા પડ્યાં છે. આ ખાડાને કરણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર ખાડા ન પુરાતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહીં ભરવાની ચીમકી સાથે તાત્કાલિક હાઇવેના સમારકામની માંગ કરવામાં આવી છે. Potholes in Navsari, Potholes in road, National Highway 48

નેશનલ હાઇવેની હાલત કફોડી,નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ નહીં ભરવાની ચીમકી

author img

By

Published : Sep 5, 2022, 2:59 PM IST

નવસારી ગુજરાતમાં ચોમાસામાં પડતા ભારે વરસાદને પગલે રસ્તાઓની હાલત કફોડી થતી (Potholes in road)હોય છે. પરંતુ આ વર્ષે નેશનલ હાઇવે નં 48 પર સૌથી વધુ ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજના કરોડોનો ટોલ વસુલવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર ખાડા ન પુરાતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા(Navsari Chamber of Commerce )ટોલ નહીં ભરવાની ચીમકી સાથે તાત્કાલિક હાઇવેના સમારકામની( Potholes in Navsari)માંગ કરવામાં આવી છે.

નેશનલ હાઇવેની હાલત કફોડી

રસ્તાઓની હાલત કફોડી નેશનલ હાઇવે નં 48 (National Highway 48 )દિલ્હીથી મુંબઈને જોડતો મુખ્ય હાઇવે છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના મુખ્ય હાઈવેને વર્લ્ડ ક્લાસ બનાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. જ્યારે હાઇવેની જાળવણી માટે થોડા થોડા અંતરે ટોલનાકા પણ બનાવવામાં આવે છે અને રોજના લાખો રૂપિયાનો ટોલટેક્ષ પણ વાહન ચાલકો પાસેથી લેવામાં આવે છે. પરંતુ હાલમાં પડેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે 48 પર ઠેર ઠેર મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે.

હાઇવે પર ઊંડા ખાડા નવસારી જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર પણ ઊંડા ખાડાઓ પડ્યા છે, જ્યારે વચ્ચે પડતા ઓવરબ્રિજ પર પણ ખાડા છે. ધારાગીરી પાસે પૂર્ણાં નદીના વચ્ચેનો પુલ પર 6 ઇંચથી ઊંડા ખાડા જ ખાડા છે. એને કારણે પુલ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ હાઇવે પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હાઇવે, હાઇવે બને એવી માંગ કરી રહ્યા છે.

વાહનને નુકશાન હાઈવેની સ્થિતિને જોતા વાહનને નુકશાન થવા સાથે ઇંધણ પણ વધુ બળે છે. જેના કારણે લોકોને આર્થિક નુકશાની વેઠવી પડે છે. જ્યારે ખાડાઓને કારણે અકસ્માત પણ વધ્યા છે. ત્યારે નવસારીના ઉદ્યોગકારો અને મહાજનોએ નવસારી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને રજૂઆત કરતા ચેમ્બરના પ્રમુખ ભરત સુખડીયાએ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના ધારાસભ્યો, સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી ખરાબ હાઇવેને કારણે લોકોને પડતી મુશ્કેલી સાથે જ ઉદ્યોગકારોએ પણ ખાડાયુક્ત હાઇવેથી આર્થિક ભારણ વેઠવું પડી રહ્યુ છે.

ટોલ ટેક્ષનો બહિષ્કાર વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાનો ટોલટેક્ષ વસૂલવા છતાં પણ હાઇવેનું સમારકામ ન થાય એ યોગ્ય નથી. હાઇવે ઓથોરિટી સંબંધિત એજન્સી પાસેથી હાઇવે પર પડેલા ખાડાઓ પુરી સમારકામ કરે એવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક મહાજનો અને રાજકીય પદાધિકારીઓને સાથે રાખી ટોલ ટેક્ષનો બહિષ્કાર કરવા સાથે જ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.