ETV Bharat / state

ગાડી ચલાવતી વખતે આવે છે ઊંઘ? આ ચશ્માં બચાવશે તમારો જીવ, નવસારીની વિદ્યાર્થીનીઓનો ઇનોવેટિવ પ્રોજ્ક્ટ

નવસારી જિલ્લામાં આવેલ ખારેલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓએ ત્રણ મહિનાની સખત મહેનત બાદ વિશેષ પ્રકારના ઇનોવેટિવ ચશ્મા તૈયાર કર્યા છે. આ ચશ્માંને પહેરીને મોટા વાહન ચાલકોના ડ્રાઇવરો ઊંઘના ઝોકાંના કારણે થતા અકસ્માતોને ટાળી શકશે...

anti-sleep-alarm-with-glasses-will-prevent-accidents

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 8:11 PM IST

Updated : Dec 30, 2023, 10:12 PM IST

નવસારીની વિદ્યાર્થીનીઓનો ઇનોવેટિવ પ્રોજ્ક્ટ

નવસારી: સરકારી આંકડા પ્રમાણે ભારતમાં દર 3 મિનિટે રોડ અકસ્માતમાં એકનું મોત થાય છે. રોડ પર થતા અકસ્માતમાં મોટા ભાગે ગાડી ચલાવતી વખતે ડ્રાયવરને આવતું ઊંઘનું ઝોકું જવાબદાર છે. આ સમસ્યાના ઉકેલના ભાગરૂપે નવસારી જિલ્લાના ખારેલ ગામમાં આવેલી પુષ્પાબેન આર દેસાઈ પ્રાથમિક શાળામાં ખારેલ હાઇસ્કુલના સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓએ સમાજને મદદરૂપ થાય તે હેતુસર લાંબી મુસાફરી કરતા વાહન ચાલકો માટે આશીર્વાદ રૂપ ચશ્મા તૈયાર કર્યા છે. આ ચશ્મા વાહન ચાલકને ઊંઘનું ઝોકું આવવાથી થતા અકસ્માતો ટાળવામાં મદદરૂપ સાબિત થશે...

આ ચશ્માં બચાવશે તમારો જીવ

આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે અને 3000 રૂપિયાની લાગતથી આ સમગ્ર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયો છે.

'અમને વિજ્ઞાનના વિષયમાં ઘણી રુચી હોય તેથી અવારનવાર આવા પ્રોજેક્ટ પર કામ કરતા હોય છે. અમારી શાળાની બાજુમાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે જેમાં હાઇ-વે ઉપર લાંબી મુસાફરી કરતા વાહનચાલકોને ઊંઘના ઝોકાંને કારણે અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે. અમે આ અકસ્માતો નિવારી શકાય તેવા પ્રયાસોના ભાગરૂપે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વાહનચાલકોને આ ચશ્મા પહેર્યા બાદ જો ઊંઘનું ઝોકું આવે અને ડ્રાઇવરની આંખ બંધ થાય તો ચશ્મામાં લાગેલા સેન્સર દ્વારા બઝર વાગશે જેથી ડ્રાઇવર એલર્ટ થઈ જાગી જશે અને અકસ્માત થતાં અટકાવી શકશે.' -ચશ્માં બનાવનાર વિદ્યાર્થીનીઓ

આ પ્રોજેક્ટમાં એક સર્કિટ લેવામાં આવી છે તેમાં IC-555 નું જોડાણ કરવામાં આવ્યું છે ત્યારબાદ 25 વોલ્ટનું કેપેસીટરને આઈસીના પોઝિટિવ પોઇન્ટ અને નેગેટીવ પોઈન્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. બઝર લઈ તેનું પણ આઈસી સાથે જોડાણ કરવામાં આવ્યું છે. એક સેન્સર લઈ તેને ચશ્મા સાથે જોડાણ કરવામાં આવ્યું છે અને સાથે બે સ્વીચ લઈ તેનું ચાર વોલ્ટની બેટરી સાથે જોડાણ આપવામાં આવ્યું છે. ડીસી મોટર લઈ તેની સાથે એક પૈડાનું જોડાણ કરી મોટર અને બેટરી સાથે તેને જોડવામાં આવ્યું છે. વાહન ચાલક જ્યારે વાહન ચલાવતી વખતે તેની આંખ પાંચ સેકન્ડથી વધુ સમય માટે બંધ કરે છે અથવા તો તે સુવાનો પ્રયાસ કરે છે ત્યારે સર્કિટમાં લાગેલા ટાઇમર સેન્સર આંખોનું એનાલિસિસ કરે છે અને એક એલાર્મ ચાલુ કરે છે. જો ડ્રાઇવર એલાર્મને અવગણશે તો સિસ્ટમમાંથી બઝરનો અવાજ ઉત્પન્ન થશે જેના અવાજથી ડ્રાઇવરની આંખ ખુલી જશે. આમ મોટા વાહનોમાં પણ આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકાય છે.' -ચશ્માં બનાવનાર વિદ્યાર્થીનીઓ

'મારી શાળામાં વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટનું અવારનવાર આયોજન કરવામાં આવે છે જેમાં અમારી શાળામાં સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા વાહન ચાલકો માટે ઊંઘના ઝોકાના કારણે અકસ્માત ન થાય તે હેતુસર ખાસ પ્રકારના ચશ્મા બનાવવામાં આવ્યા છે. જે થોડા દિવસ પહેલા યોજાયેલા સાયન્સ ફેરમાં હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીના એન્જિનિયર ઓ દ્વારા પણ આ પ્રોજેક્ટની ખૂબ સરાહના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ રીતે ઈનામ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.' -કેતકી દેસાઈ, શાળાના આચાર્ય

આ ચશ્મા વાહન ચાલકને ઊંઘનું ઝોકું આવવાથી થતા અકસ્માતો ટાળવામાં મદદરૂપ સાબિત થશે

કેવી રીતે આવ્યો વિચાર?

વિદ્યાર્થીનીઓ જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળા નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં આવેલી છે. દરરોજ આ હાઇવે પરથી મોટા વાહનો પસાર થાય છે. ઘણીવાર આ હાઇવે પર અકસ્માતની ઘટના બને છે. આ અકસ્માતની ઘટનાઓને ટાળી શકાય તે માટે આ ચશ્માં તૈયાર કર્યા છે.

વર્ષ 2022માં રોડ અકસ્માતમાં 1.68 લાખ લોકોના મોત

દેશ હાલ પ્રગતિના પંથે છે અને ટ્રાન્સફોર્ટેશન તેમાં ખુબ અગત્યનું પાસું છે. પરંતુ તમને જાણીને એ નવાઈ લાગશે કે ભારતમાં રોડ અકસ્માતમાં દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. સરકારી આંકડા પ્રમાણે ભારતમાં દર 3 મિનિટે એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત થાય છે. જ્યારે એક દિવસમાં 462 લોકોના મોત થાય છે. વર્ષ 2022 ની વાત કરીએ તો રોડ અકસ્માતમાં 1.68 લાખ લોકોના મોત થયા છે.

રાજ્યમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7618ના મોત

બીજી તરફ ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં માર્ગ અકસ્માતમાં એક વર્ષમાં 7 હજાર 618 લોકોએ જીવ ગૂમાવ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર રાજ્યમાં દરોરજ સરેરાશ 43થી વધુ રોડ અકસ્માતની ઘટના બને છે. જેમાં 95 ટકા કિસ્સામાં ઓવરસ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે. જ્યારે હેલમેટ વગરના 1 હજાર 814 અને સીટ બેલ્ટ વિનાના 891 વાહનચાલકના મોત નિપજ્યા છે. એટલું જ નહીં અકસ્માતમાં મોત થનાર 108 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.

  1. Rogan Art: ઈતિહાસમાં સૌ પ્રથમવાર કચ્છી કલાકારે રોગાન આર્ટમાં રાજા રામ દરબારની કૃતિ તૈયાર કરી
  2. હવે ફરવા જવાનો બનાવો પ્લાન, IRCTC દ્વારા નવા વર્ષ પર ખાસ ટૂર પેકેજની જાહેરાત

Last Updated : Dec 30, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.