નવસારી: ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કાંઠે મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે. જેઓ પોતાની આજીવિકા માટે માછીમારી કરવા માટે પોતાના વિસ્તારમાં સારા બંદરનો અભાવ હોવાને કારણે પોરબંદર મુંબઈ ઓખા જેવા વિસ્તારોમાં માછીમારી કરવા માટે લંબાવવું પડે છે. જે દક્ષિણ ગુજરાતના માછીમારોની સૌથી મોટી સમસ્યા છે. આજે નવસારીમાં પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંગની વાર્ષિક સભા દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન વિશાલ ટંડેલના પ્રમુખ પદે યોજાઈ હતી.
રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ: ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કાંઠે મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે. જેઓ પોતાની આજીવિકા માટે માછીમારી કરવા માટે પોતાના વિસ્તારમાં સારા બંદર નો અભાવ હોવાને કારણે પોરબંદર મુંબઈ ઓખા જેવા વિસ્તારોમાં માછીમારી કરવા માટે લંબાવવું પડે છે. જે દક્ષિણ ગુજરાતના માછીમારોની સૌથી મોટી સમસ્યા છે આજે નવસારીમાં પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંગની વાર્ષિક સભા દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન વિશાલ ટંડેલના પ્રમુખ પદે યોજાઈ હતી. જેમાં મુખ્ય મુદ્દો સરકાર દક્ષિણ ગુજરાતમાં નવસારીના ધોલાઈ બંદરની સુવિધામાં ઘટતું કરે તથા સુરત થી લઇ સંજાણ સુધીના વિસ્તારમાં સરકાર દ્વારા સુવિધા યુક્ત બંદર નું નિર્માણ કરવામાં આવે તેવો માછી સમાજ દ્વારા સુર છેડાયો હતો. તો બીજી તરફ માછીમાર સમાજમાંથી લોકસભા અને રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગણી ઉઠી હતી.
ચર્ચા કરવામાં આવી: આજે પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંગની પાંચમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં દરિયાઈ ખેતીમાં પડતી મુશ્કેલીઓ માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. જેથી માછીમારો એક જૂથ થઈ પોતાની તમામ સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે ના હેતુસર આ સભા નું આયોજન થયું હતું. જેમાં મુખ્ય મુદ્દાઓમાં દરિયાઈ કાંઠાના ગામોમાં પ્રોટેક્શન વોલ ઝીંગા તળાવને લીધે દરિયાઈ પાણી ગામમાં પ્રવેશવા ગામમાં બોટ લાંગરવા માટે યોગ્ય જેટ્ટી નો અભાવ દરિયાઈ ખાડીમાં ડ્રેજીંગ સહિત મચ્છી મારી દરમિયાન પડતી સમસ્યાઓ તેમજ દરિયા બહારની મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.