નવસારી જિલ્લાના ભાગડ પ્રાથમિક વિઘામંદિરમાં વિઘાર્થીઓને નવીન પ્રોજેકટ, ઇકોકેન્ટીન, ધર્મજ્ઞાન, કિચનગાર્ડન, પતંજલિ ઔષધાલય, સિવણ, સ્પોકન ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે. તમામ પ્રકારના ઉત્સવો, વિશિષ્ટ દિવસો, પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શાળાની વિશિષ્ટતા એ છે કે, એક જ પુસ્તક લઇને બાળકો ભણવા આવે છે. "મને કયાં છે દફતરનો ભાર" પ્રોજેકટ થકી એક જ બુકમાં માસિક સીલેબસ, નોટબુક આવી જાય છે. જે પ્રોજેકટ એક વર્ષથી અમલમાં છે. જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે.
સમગ્ર રાજયમાં આ એક જ શાળામાં અમલી સાથે શાળાના આચાર્ય આનંદ કુમાર ખલાસીને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. ત્યારબાદ શનિવારના રોજ ભાગડગામે પરત આવતાં ભાગડ ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં શાલ ઓઢાળી ફૂલહાર અર્પણ કરી સન્માનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાર્થીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.