ETV Bharat / state

વિદેશમાં ફરીવાર મૂળ નવસારીના ભારતીય યુવકની પત્નીની સામે જ હત્યા - જનક પટેલની હત્યા

ભારતના રહેવાસીઓ રોજગારી અર્થે અમેરિકા લંડન સહિતના વિદેશી દેશોમાં રહેતા હોય છે.પરંતુ અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કોઇ ભારતના રહેવાસીની હત્યા થઇ. ફરી વાર એવો બનાવ સામે આવ્યો છે.વડોલી ગામના રહેવાસી (Navasari youth killed abroad) જનક પટેલની (Murder of Janak Patel) મિત્રની દુકાનમાં લૂંટના ઇરાદે આવેલા સ્થાનિક તત્વોએ ડોલરની માંગ કરતી વેળા તેમનો વિરોધ કરવા જતાં પત્નીની સામેજ ધારદાર ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો

વિદેશમાં ફરીવાર મૂળ નવસારીના ભારતીય યુવકની પત્નીની સામે જ હત્યા

author img

By

Published : Nov 26, 2022, 8:09 PM IST

નવસારી આ જીલ્લો NRI પંથક તરીકે જાણીતો છે. જલાલપુર સહિત કાંઠા વિસ્તારના ગામોના અનેક યુવાનો રોજગારી અર્થે અમેરિકા લંડન સહિતના વિદેશી દેશોમાં સ્થાયી થયા છે. પરંતું લાંબા સમયથી મૂળ ભારતીયોની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે. દુકાનમાં લૂંટ કર્યા બાદ મૂળ ભારતીયોની હત્યા કરવી જાણે આમ વાત બની છે. ત્યારે મૂળ જલાલપુર તાલુકાના વડોલી ગામના રહેવાસી (Navasari youth killed abroad) એવા 32 વર્ષીય જનક પટેલની (Murder of Janak Patel) મિત્રની દુકાનમાં લૂંટના ઇરાદે આવેલા સ્થાનિક તત્વોએ ડોલરની માંગ કરતી વેળા તેમનો વિરોધ કરવા જતાં પત્નીની સામેજ ધારદાર ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વિદેશમાં ફરીવાર મૂળ નવસારીના ભારતીય યુવકની પત્નીની સામે જ હત્યા

ઓકલેન્ડમાં ચકચાર આ બનાવ બનતાની સાથે ઓકલેન્ડમાં ચકચાર મચી ગયો હતો. અને પારિવારિક સભ્યો સહિત ગામમાં શોક પ્રસરી ગઇ હતી. તેવું કહેવું હવે ખોટું નથી કે દક્ષિણ ગુજરાતમાંથી વિદેશ જઈને સેટ થતા પરિવારો હવે વિદેશમાં સલામત રહ્યા નથી. છાશ વારે ભારતીયોની વિદેશમાં થતી હત્યા પરથી ફલિત થયું છે. દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકા, ન્યૂઝીલેન્ડ પણ હવે અશ્વેત લુંટારૂઓથી ભારતીયોને સુરક્ષા આપી શકતું નથી.

જનરલ સ્ટોર ચલાવવા આપ્યો ઓકલેન્ડમાં રહેતા ધર્મેશ પટેલ લગ્ન પ્રસંગમાં નવસારીમાં આવવાનું હોવાથી મિત્ર જનકને પોતાની જનરલ સ્ટોર ચલાવવા આપ્યો હતો. ત્યારે તારીખ 23મી સવારે 8:30એ શોપ પર લૂંટારુઓ ત્રાટકયા હતા. આ લૂંટારુઓનો જનક પટેલે પ્રતિકાર કરતા લૂંટારુઓએ જનક પટેલની પત્નીની સામેજ ઉપર ચપ્પુ વડે હિંસક હુમલો કરી આઠ થી દસ જેટલા મરણતોલ ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતાં ચકચાર ફેલાઇ છે.

લૂંટતી બચાવવા મૌત મળ્યું નવસારીથી આઠ મહિના અગાઉ જ ન્યુઝલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનને મિત્રની શોપને લૂંટતી બચાવવા મૌત મળ્યું છે. જેથી ઓકલેન્ડમાં વસતા ભારતીયોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલી ગામના વતની અને એન.આર આઈ યુવાન એવા જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ અગાઉ જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને દંપતીઓ કોરોના કાળ દરમિયાન ન્યુઝલેન્ડ જઈ શક્યા ન હતા. પરંતુ ત્યાર બાદ આંઠ મહિના અગાઉ જ જનક પટેલ તેની પત્ની સાથે ન્યુઝલેન્ડના હેમિલ્ટન ખાતે સ્થાયી થવા માટે ગયા હતા.જ્યાં તેમની બહેન પણ ત્યાંરહેતા હોઇ દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવતા હતા.તે દરમ્યાન આ દુઃખદ ઘટના બની હતી.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમજૂતી જલાલપુરના વડોલી ગામે રહેતા પરિવારજનોએ પણ આ સમગ્ર મામલે ઓકલેન્ડની સ્થાનિક પોલીસને ઝડપી પાડી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. સાથે જ લાંબા સમયથી ભારતીયો સાથે આવા પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે તે અટકવું જોઈએ અને ભારત સરકારે પણ મધ્યસ્થી કરીને આવી ઘટનાઓ ન બને તેને લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમજૂતી થાય તેવી માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.