ETV Bharat / state

નવસારીના પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી

author img

By

Published : Jun 7, 2021, 2:06 PM IST

નવસારી શહેરમાં ઘરબેઠા દારૂ જોઈતો હોય તો ચારપુલ વિસ્તારના બુટલેગરો આરામથી પહોંચાડી દે છે, આ ચર્ચાઓ વચ્ચે ગત રાતે શહેરના મધ્યમાં આવેલા લુંસીકુઈ સ્થિત પરિક્રમા એપાર્ટમેન્ટની બી વિંગના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી હતી.

નવસારીના પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી
નવસારીના પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી
  • પોલીસે ચારપુલના બે બુટલેગરોની કરી ધરપકડ
  • બે બુટલેગરો સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
  • પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ 1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

નવસારી: નવસારી શહેરમાં વિદેશી દારૂ ઘર સુધી સપ્લાય કરતા ચારપુલના બૂટલેગરો પર નવસારી ટાઉન પોલીસે તવાઇ બોલાવી છે. શહેરના મધ્યમાં આવેલા લુંસીકુઈ સ્થિત પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 32,000નો વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ચારપુલના બે બુટલેગરોની ધરપકડ કરીને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ પણ વાંચો: ડાંગમાં 1.86 લાખના દારૂ સાથે ઝડપાયેલા 4 આરોપીઓના રિમાન્ડ કરાયા મંજૂર

શહેરમાં દારૂની હોમ ડિલિવરી માટે પણ પ્રખ્યાત છે ચારપુલના બુટલેગરો

નવસારી શહેરમાં ઘરબેઠા દારૂ જોઈતો હોય તો ચારપુલ વિસ્તારના બુટલેગરો આરામથી પહોંચાડી દે છે, આ ચર્ચાઓ વચ્ચે ગત રાતે શહેરના મધ્યમાં આવેલા લુંસીકુઈ સ્થિત પરિક્રમા એપાર્ટમેન્ટની બી વિંગના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી હતી. જ્યારે કારમાંથી દારૂ મળ્યાની વાતે શહેરમાં ચકચાર જગાવી છે. ઘટનાસ્થળેથી નવસારી ટાઉન પોલીસે ચારપુલના ટાપરવાડ ખાતે રહેતા 44 વર્ષીય ઇલ્યાસ અબ્દુલ મુલતાની અને 56 વર્ષીય અલ નાસીર અબ્બાસ શેખની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: અલીગઢ ઝેરી દારૂ કાંડ: આખરે પકડાયો મુખ્ય આરોપી ઋષિ શર્મા, 1 લાખનું હતું ઈનામ

કુલ 1.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે

જ્યારે ચારપુલના નામચીન એવા બુટલેગર સાજીદ ઈકબાલ શેખ તેમજ પરિક્રમા એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુન્ના પીંજારા ઉર્ફે અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ મુલતાની તેમજ પરિક્રમાના લિફ્ટમેન કિશોર ગાંધીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી 1,00,000ની કાર, 32,800નો વિદેશી દારૂ અને 1,000 રૂપિયાના બે મોબાઇલ ફોન મળી કુલ 1.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.