ETV Bharat / state

આદિવાસી સમાજના 200 વર્ષ જુના પરંપરાગત 'ઘેર નૃત્ય'ની એક ઝલક... - 'ઘેર નૃત્ય'

નવસારીઃ પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે. જે આપણને આપણી ધરોહર સાથે જોડે છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસીઓમાં આ વાત જોવા મળે છે. જેમને 200 વર્ષ જૂનુ ઘેરા નૃત્યને જાળવી રાખ્યું છે. જેને ઘેરૈયા પણ કહેવાય છે. બદલતાં સમયની સાથે ઘેરૈયા લુપ્ત થઈ રહ્યું છે. જેને બચાવવા માટે આદિવાસી લોકો મંડળી બનાવીને તેને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

traditional-dance
author img

By

Published : Nov 2, 2019, 4:46 PM IST

આપણે અવાર-નવાર સાંભળીએ છીએ કે, સંસ્કૃતિ વારસો લુપ્ત થઈ રહ્યો છે. તે વાસ્તવિકતા છે. પણ તેને બચાવવા માટે આપણે શું કર્યુ? કંઈ નહીં. માત્ર વાતોથી સંસ્કૃતિને બચાવી શકાતી નથી. તેની માટે મથવું પડે છે. સતત પ્રયાસ કરતા રહેવું પડે છે. જેમ નવસારી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી કરી રહ્યું છે.

આદિવાસી સમાજના 200 વર્ષ જુના પરંપરાગત 'ઘેર નૃત્ય'ની એક ઝલક...

આ ટ્રસ્ટ, લાભપાંચમના દિવસે સ્પર્ધા યોજીને આદિવાસી સમાજની ઓળખ સમા નૃત્યને બચાવવાનો પ્રયાસ કરે છે. જેમાં આદિવાસીઓ ઉત્સાહભેર જોડાઈને પોતાની લોકનૃત્યોની રજૂઆત કરે છે. આ નૃત્ય આસો મહિનામાં પાક ઉતારવાના આનંદમાં દેવ-દેવીઓ સમક્ષ ઘેર નૃત્ય કરવામાં આવે છે. આ ઘેરૈયા નૃત્ય ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીનો વેશ પણ પુરુષ જ ધારણ કરે છે. ઘૈરેયા વેશ અર્ધ-નારેશ્વર જેવો હોય છે. ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના માટે જ નહી, પણ કોઇના મૃત્યુ સમયે અને બાળક જન્મ સમયે પણ ઘેર ગવડાવવામાં આવે છે.

આ ઘેરૈય નુત્ય કરવા માટે મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લેવી. સામેથી ક્યારેય માગવી નહીં. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામના દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે.

Intro:સ્પેશ્યિલ સ્ટોરી એપ્રુવ
વિહારભાઈ

દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તરોમાં આદિવાસીઓનું 200 વર્ષ જુનું અને પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. જોકે ઘેરૈયા ગરબા હવે લુપ્ત થઇ રહયા છે. આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને આ નૃત્ય ને જીવંત રાખવાના પ્રયાસ કરી રહયા છે. ગામડા અને શહેરી વિસ્તારોમાં આ ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે.સાથે જ આ પરંપરાને જાળવી રાખવામાં સોમનાથ મહાદેવ મંદીર બિલિમૉરા નો મોટો ફાળો છે જે લાભ પાંચમ ના દિને છેલ્લા 30 વર્ષથી ઘેરૈયા હરીફાઈ નું આયોજન કરતું આવ્યુ છે

Body:ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખુ વર્ષ સુખમય નીવડે છે તેવી માન્યતા છે. ઘેરૈયા સંતોષભાઇ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા આ પ્રયાસ કરી રહયા છીએ. આરાધના પર્વ નવરાત્રીથી દેવદિવાળી સુધીનો સમય અમારા આદિવાસી સમાજ માટે માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે.

છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી રહેણીકહેણી અને જીવનપધ્ધતિના કારણે ધેરીયા નૃત્ય ભુલાઈ રહ્યું છે આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી 30 વર્ષથી લાભ પાંચમના દિવસે સ્પર્ધા યોજવામા આવે છે.પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે, ભુલાઈ રહેલી સંસ્કૃતિ અને વારસો અસ્મિતાને ગુમાવી રહ્યા છે ત્યારે સમાજને ઓળખ સમા ધેરીયા નૃત્યને ટકાવી રાખવા માટે સોમનાથ ટ્રસ્ટે સાસ્કૃતિક ધરોહરને બચાવવાની દિશામા પગલુ ભર્યુ છે.Conclusion:આસો મહિનામાં લોકો ધીમે-ધીમે ખેતીના પાકની કાપણીનું કામ પુર્ણ કરે છે. એટલે પાક ઉતારવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને આદિવાસી સમાજ દેવ-દેવીઓ સમક્ષ ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે. ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી. પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ઘેરૈયાનો વેશ અર્ધનારેશ્વર જેવો હોય છે. તેમણે વધુમાં કહયું કે, ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહી કોઇના મૃત્યુ સમયે, બાળક જન્મ સમયે અથવા નાના બાળકને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે.મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાંહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લઇએ છીએ સામેથી ક્યારેય માંગતા નથી. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે.ત્યારે પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે, ભુલાઈ રહેલી સંસ્કૃતિ અને વારસો અસ્મિતાને ગુમાવી રહ્યા છે ત્યારે સમાજને ઓળખ સમા ધેરીયા નૃત્યને ટકાવી રાખવા માટે સોમનાથ ટ્રસ્ટે સાસ્કૃતિક ધરોહરને બચાવવાની દિશામા પગલુ ભર્યુ છે.

બાઈટ 1: વિનોદભાઈ દેસાઈ (નિર્ણાયક)
બાઈટ 2: જીતુભાઇ પટેલ (નિર્ણાયક )
બાઈટ 3:સંતોષ ભાઈ (ઘેરૈયા )

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.