મળતી માહિતી મુજબ, સુરતનું મહિલા મંડળ ચૈત્રી નવરાત્રીમાં મહારાષ્ટ્રના દહાણું ખાતે આવેલા મહાલક્ષ્મી માતાજીના દર્શને ગયા હતા. આ દરમિયાનમાં નવસારી પાસે ટેમ્પો ટ્રાવેલરને પંક્ચર પડ્યું હતું. જેને લઇને સાઇડ પર રાખેલા ટેમ્પો ટ્રાવેલરને પાછળથી ધડાકાભેર ટ્રકે ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 મહિલા સહિત એક વયોવૃદ્ધનું મોત નિપજ્યુ હતુ.
અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધોને સારવાર અર્થે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બે વૃદ્ધા અને એક વૃદ્ધનું મોત થયું હતું. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.