- નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો
- જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 49 કેસ નોંધાયા
- જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 62 દર્દી સાજા થયા
નવસારીઃ જિલ્લામાં સતત કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં પણ અહીં માત્ર કોરોનાના 49 કેસ નોંધાયા હતા. જ્યારે 62 દર્દી સાજા થયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 812 થઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3187 પોઝિટિવ કેસ, 9305 દર્દીઓએ કોરોનાનો માત આપી
જિલ્લામાં કોરોનામાંથી કુલ 5,487 દર્દી સાજા થયા
જિલ્લામાં ફેબ્રુઆરી બાદ કોરોના વકરતા મેના મધ્ય સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો, જેને કારણે હોસ્પિટલ્સ હાઉસફૂલ થવા લાગી હતી, પરંતુ મેના પ્રારંભથી જ કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને પખવાડિયા બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 50ની અંદર આવી રહી છે. જ્યારે નવસારીમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 49 લોકો કોરોના સંક્રમિત થયા હતા, પરંતુ તેની સામે કોરોનાની સારવાર લઈ રહેલા 62 દર્દીઓ સાજા થયા છે. આથી જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 812 પર પહોંચી છે. જોકે મેમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને કોરોના ભરખી ગયો છે.
આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ : 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા, 4 દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6,459 લોકો થયા કોરોના પોઝિટિવ
નવસારીમાં કોરોનાનો પ્રારંભ થયાને 13 મહિના પૂરા થયા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 6,459 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં 5,487 દર્દીઓએ કોરોનાને હરાવતા દિવસે દિવસે કોરોના નેગેટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે, કોરોનાના કારણે અત્યાર સુધીમાં 160 દર્દીઓનું મૃત્યુ થઈ ગયું છે.