ETV Bharat / state

નવસારીમાં ઓવર ટેક કરવાની મજામાં બે બાઇક સામ-સામે અથડાતા, 2ના મોત

author img

By

Published : Jan 6, 2021, 10:58 AM IST

યુવાનોમાં બાઇક કે કાર બંને ઓવર સ્પીડમાં ચલાવવાની આદત ઘણીવાર જીવન ગુમાવવા સુધી પહોંચી જાય છે.નવસારીમાં બે બાઈક ચાલક સામસામે આથડાતા ગંંભીર અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થ નવસારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નવસારી
નવસારી

ગંભીર રીતે ઘવાયેલી માતા-પુત્રીને સારવાર અર્થે સીએચસીમાં ખસેડાયા

અકસ્માતમાં હળપતિ પરિવારનો માળો વિખેરાયો

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી

નવસારી : ખડસુપાથી સાતેમ જતા માર્ગ પર પારડી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક મંગળવારે બપોરે ધૂમ સ્ટાઇલમાં પુર ઝડપે આવતી બાઇકના ચાલકે ઓવરટેક મારવાની લાહ્યમાં સામેથી આવતા હળપતિ પરિવારની બાઇક સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જયારે હળપતિ યુવાનની પત્ની અને પુત્રીને ગંભરી અવસ્થામાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના ખડસુપા પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ગ્રામ્ય પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરી છે.

ઓવર સ્પીડની મજામાં યુવાને હસતા-રમતા પરિવારનો આધાર છીનવ્યો

નવસારીના સાતેમ ગામે રામનગર ફળિયામાં રહેતા યોગેશ રમેશભાઇ હળપતિ મંગળવારે બપોરે પત્ની કોકિલા અને પુત્રી અસ્મિતા સાથે પોતાની બાઇક હોન્ડા સાઇન પર નવસારી કામ અર્થે નીકળ્યા હતા. જેઓ પારડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે નાગધરા ગામે મોરી ફળિયામાં રહેતો અને મુળ ચીખલીના રાનવેરીકલ્લાનો જીગ્નેશ મહેશભાઇ પટેલ પોતાની પલ્સર બાઇક પુર ઝડપે ધૂમ સ્ટાયલે ઓવર ટેકની લાહ્યમાં સામેથી આવી, યોગેશની બાઇક સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી. ગોઝારા અકસ્માતમાં બંને બાઇક સવારો રસ્તા પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં જીગ્નેશ અને યોગેશ બંનેને માથામાં ગંભીર ઇજાઓ થતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા

જયારે યોગેશની પત્ની કોકિલાને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. તો પુત્રી અસ્મિતાને સામાન્ય ઈજાઓ થઇ હતી. ઘટનાને લઇ ગ્રામજનો દોડી આવ્યા હતા. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને નજીકના ખડસુપા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક જીગ્નેશ અને યોગેશના મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઓવર સ્પીડની મજામાં બે પરિવારમાં શોકની લાગણી

યુવાનોમાં બાઇક કે કાર બંને ઓવર સ્પીડમાં ચલાવવાની આદત ઘણીવાર જીવન ગુમાવવા સુધી પહોંચી જાય છે. ઓવર સ્પીડમાં ઘણા યુવાનોએ બાઇક સ્લીપ થવાને કારણે કે આગળના વાહન સાથે કે સામેથી આવતા વાહન સાથે અથડાવાને કારણે જીવ ગુમાવ્યો છે. પારડીની ઘટનામાં પણ ઓવર સ્પીડમાં પલ્સર ચલાવીને આવેલા જીગ્નેશે, પોતાનો જીવ તો ગુમાવ્યો જ, પણ સામેથી આવતા યોગેશના પરિવારનો આધાર પણ છીનવી લીધો છે. જેથી જીગ્નેશની ઓવર સ્પીડની મજાએ હસતા રમતા પરિવારને વિખેરી નાખતા શોકની લાગણી ફેલાવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.