- કેવડીયા ખાતે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સની શરૂઆત
- અશ્વિની ચોબે અને જગદીશ પંચાલ સહિત મહાનુભાવોના હસ્તે શરૂઆત
- પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય બાદ કોન્ફરન્સની શરૂઆત કરાઈ
નર્મંદા: જંગલ સફારી કેવડીયા ખાતે કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન રાજ્યપ્રધાન અશ્વિની ચોબે અને રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન જગદીશ પંચાલ સહિત મહાનુભાવોના હસ્તે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સની શરૂઆત થઈ હતી. આ કોન્ફરન્સમાં પ્રાણી સંગ્રહાલયમાં રહેલા વન્યજીવસૃષ્ટિનાં સંવર્ધન અને સંરક્ષણ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દેશના અલગ અલગ પ્રાણી સંગ્રહાલય છે. જેની અંદર પ્રાણીઓને રાખવામાં આવે છે તેમાં હજુ વધુ સારી કક્ષાનું કેવી રીતે સગવડો ઊભી કરવામાં આવે તેમજ જે વન્યજીવો છે તેની સાથે સાથે સાથે દરિયાઇ જીવો છે તેનું પણ કો ઝૂ બની જો કેવી રીતે બનાવી શકાય તે મુદ્દાને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. આજે 10 ઓક્ટોબરે કોન્ફરન્સના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય બાદ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: લખીમપુરની ઘટનાને લઈ કોંગ્રેસ અને સપા રાજકીય રોટીઓ શેકે છે: કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોબે
લોકો સ્વયં જાગૃત થઇને એરગન ન વાપરે: અશ્વિની ચોબે
કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોબે તથા રાજ્યકક્ષાના પ્રધાન વન પર્યાવરણ પ્રધાન જગદીશ પંચાલ સહિત મહાનુભાવે સંબોધન કર્યું હતું અને કોન્ફરન્સની શરૂઆત કરાવી હતી. કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે, વન્ય જીવોનો બચાવ થાય અને ખાસ કરીને આજે એવી સ્થિતિ છે કે ઘણા વન્ય જીવો એવા છે જે પ્રાણી સંગ્રહાલય કરતાં પણ જંગલ કરતા સંગ્રહમાં તેમની સારી સગવડો છે. વધુમાં પિંજરામાં રહેતા વન્યજીવો છે. તેઓની માનસિક રીતે પણ તેઓ આખી જિંદગી પિંજરામાં રહે છે. તેમાં પણ બદલાવ લાવીને કંઈક નવું કરવાનું આયોજન કરવામાં આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોબે જણાવ્યું હતું કે, એર ગનની પ્રતિબંધ બાબતે કહ્યું હતું. લોકોમાં જાગૃતતા આવેને લોકોની સહભાગિતાની સાથે આ કામ થઈ શકે છે. અરુણાચલ અને આસામમાં લોકોએ જાતે એરગન વાપરતા નથી, ત્યારે એક અભિયાનના રૂપમાં ચાલી રહ્યું છે. લોકો સ્વયં જાગૃત થઇને એરગન ન વાપરે.
આ પણ વાંચો: ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા તૈયાર કરાયું 'જગજનની' ગીત
જિમ કોર્બેટ નેશનલ પાર્કનું નામ રામ ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન કરીશું: અશ્વિની ચોબે
જિમ કોર્બેટ નેશનલ પાર્ક બાબતે અશ્વિની ચોબેએ જણાવ્યું હતું કે, આઝાદી પછી તેનું નામ રામ ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન હતું. આ જીમ કોર્બેટ નામ કેવી રીતે થઈ ગયું. સ્થાનિકોની માગ છે કે, જિમ કોરબેટ નેશનલ પાર્કનું નામ રામ ગંગા કરવામાં આવે. એ બાબતે રજૂઆત બાદ એના પર વિચાર કરી અને જે પણ નિર્ણય થશે તે કરીશું. રામ ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન હતું તો રામ ગયા રાષ્ટ્રીય ઉધાન થવું જોઈએ તેનું મારુ માનવું છે.