મોટા પ્રમાણમાં ટિકિટનાં બારકોડ સ્કેન નહીં થતા આ મુદ્દો તંત્રના ધ્યાને આવ્યો હતો. જો કે બારકોડ સ્કેન નહીં થતા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, એક જ ટિકિટને ત્રણ વાર ઝેરોક્ષ કાઢી એજન્ટો પ્રવાસીઓને ટિકિટ વેંચી દે છે ત્યારે આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ CEO એ ઈટીવી ભારત સાથેની વાતમાં જણવ્યું હતું કે, પ્રવાસીઓએ ટિકિટ કોઈ એજન્ટ પાસેથી નહીં લેવી જોઈએ.
જો પ્રવાસીઓ અમારી વેબસાઈડ sou tikit .com પરથી લેતો ઓરીજીનલ ટિકિટ મળી શકશે. જોકે અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવતા સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર મુદ્દે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.