ETV Bharat / state

રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે: વિજય રૂપાણી - elections

રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે: વિજય રૂપાણી

author img

By

Published : Aug 9, 2021, 3:11 PM IST

  • આગામી 2022માં પાંચ રાજયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે
  • કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે
  • વિધાનસભાની ચૂંટણીના સમયે જ રાજ્યમાં ચૂંટણી આવશે એ નક્કી છે

નર્મદા: રાજપીપળાના જીતનગર ખાતે આજે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં 341 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉજવણી કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો-Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે

ડોકટરોને હડતાલ પાછી ખેચવા મુખ્યપ્રધાને વિનંતી કરી હતી

છેલ્લા કેટલાય દિવસથી ડોકટરો હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ડોકટરોની હડતાળ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના દર્દીઓ નથી, કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ તેમજ કોરોના નથી તો ડોક્ટરોએ નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ ડોકટરોને હડતાલ પાછી ખેચવા મુખ્યપ્રધાને વિનંતી પણ કરી હતી.

રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે: વિજય રૂપાણી

રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. અમે તો 5 વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે.

આ પણ વાંચો- 5 વર્ષની ઉજવણી : 5 ઓગસ્ટના રોજ Kisan Sanman Dayની ઉજવણી થશે

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થયો છે

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થયો છે, ત્યારે આજથી શરૂ થયેલા શ્રાવણ માસની શુભેચ્છા પાઠવતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ શ્રાવણ માસનો તહેવારો ચાલી રહ્યો છે, ત્યારે ત્રીજા વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી હતી તેમજ બીજી લહેરને આપણે પાર કરી, પરંતુ ત્રીજી લહેર ન આવે તે તકેદારી ખૂબ જ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને તહેવારને ઉત્સાહ પૂર્વક ઉજવો, પરંતુ કોરોના અંગે પણ કાળજી જરૂરી હોવાનું કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.