નર્મદાના ગોરા ખાતે શૂલપાણેશ્વર મંદિરની શિક્ષણપ્રધાને કરી પૂજા
રાજ્યમાં શાળાઓ શરૂ કરવા કોઇ ઉતાવળ નહીં કરાય
કોરોનામાં પણ રાજ્યની શાળામાં ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ
નર્મદા: જિલ્લાના ગોરા ખાતે આવેલ શૂલપાણેશ્વર મંદિરે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા 22 વર્ષથી આ મંદિરે પૂજા કરતા આવ્યાં હતાં. તેમણે સંકલ્પ કર્યો હતો કે, નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ થઈ અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી નર્મદા ડેમનું પાણી પહોંચે. તેઓ અષાઢી અમાસ અને શ્રાવણી અમાસ 22 વર્ષથી પૂજા કરતા આવ્યાં છે, ત્યારે આજે સોમવતી અમાસે પણ શિક્ષણપ્રધાને સુલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી.
ભુપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાને પગલે રાજ્યની શાળામાં ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ છે. વેબિનાર દ્વારા મેં શિક્ષણવિદો સાથે અને ડોૉક્ટર્સ સાથે ચર્ચા કરી છે. જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી એન સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ ચાલુ થાય પછી બાળકોના સ્વાસ્થ્યને લઈને અમે શાળા ખોલવા બાબતે કમિટીની રચના કરી છે. તેમાં પણ 20 ટકા કે, 30 ટકા અભ્યાસક્રમ માટે અમે નિર્ણય કરીશું. જ્યારે જે શાળાઓ હાલ ફી લેવાની વાતો કરી રહી છે, તેની સામે અમે પગલાં લઈશું.