- સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
- સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓના કડક નિયમો જવાબદાર
- સાંસદ મનસુખ વસાવાએ PMO સુધી રજૂઆત કરવાની વાત કરી
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) હાલ ખોટ કરતી થઇ ગઈ છે. જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓ કે જેમણે કડક નિયમો બનાવ્યા હતા. જેની કોઈ જરૂર નહોતી પરંતુ યેન કેન પ્રમાણે પ્રવાસીઓને હેરાન કરવાનો તખ્તો સ્થાનિક અધિકીકારીઓએ નક્કી કર્યો હતો, જેમાં પ્રવાસીઓનું વારંવાર ચેકિંગ કરવા સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી લગભગ 7 કિલોમીટર પહેલાં જ કેવડિયા ગામ નજીક એકતા દ્વાર જે છે ત્યાં પાર્કિંગ કરાવી અને આગળ પ્રવાસીઓને જવા દેવામાં ન આવતા હતા. નર્મદા માતાના મૂર્તિ સામેના પાર્કિંગમાં વ્હિકલ મૂકીને ફરજિયાત પ્રવાસીઓએ બસોમાં જવું પડતું હતું.
સ્થાનિક સત્તા મંડળના અધિકારીઓ પોતાની મનમાનીના નિયમો બનાવી પ્રવસીઓને પરેશાન કરે છે: મનસુખ વસાવા
પ્રવાસીઓની મુશ્કેલીઓ વધતા પ્રવસીઓ હવે SOU (Statue of Unity) પર આવતા અટકી રહ્યાં છે, જે બાબતની જાણ સાંસદ મનસુખ વસાવાને થતા PMO સુધી રજૂઆત કરવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે. તેઓ જે વિઝનથી આ વિસ્તારને ડેવલપ કરે છે એ વિઝન સ્થાનિક સત્તા મંડળના અધિકારીઓ સમજતા નથી અને પોતાની મનમાનીના નિયમો બનાવી પ્રવસીઓને પરેશાન કરે છે. જ્યાં ઈચ્છા થાય ત્યાં સુધી પ્રવસીઓને ગાડીઓ જવા દેવામાં શું વાંધો છે. સ્થાનિકોને રોજગારી મુદ્દે પણ સ્થાનિક અધિકારીઓ પરેશાન કરે એ પણ ન હોવું જોઈએ.
આ પણ વાંચો: ભરૂચ સાંસદ મનસુખ વસાવા કોરોના સંક્રમિત, યુ.એન.મહેતામાં કરાયા દાખલ
આ પણ વાંચો: મનસુખ વસાવાએ છોટુ વસાવાની રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરી