મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે, નર્મદા ડેમ 138 મીટર ભરવાનો નિર્ણય લેવો તે ગુજરાતનો સંપૂર્ણ અધિકાર છે. વધુમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ પોતે જ એટલું બધું પાણી છોડે છે કે ગુજરાતના પાણીને રોકવામાં ન આવે તો ગુજરાતના અનેક ગામડાઓને નુકશાન થઈ શકે તેમ છે અને ડેમનું કામ પૂર્ણ થતાં જ તેમને પૂરો ભરવો તે સંપૂર્ણ રીતે ગુજરાતનો અધિકાર રહેલો છે. જેનો નિર્ણય ફક્ત ગુજરાત સરકાર કરી શકે તેમ છે.
કોંગ્રેસે નર્મદાના માર્ગમાં અનેક અડચણો ઉભા કર્યા છે. તેમજ રોઢા નાખવાનો સતત પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસ ગુજરાતી જનતાની લાગણીઓ સાથે રમી રહી છે તેવા પણ તેઓએ આક્ષેપ કર્યા હતાં. મધ્યપ્રદેશના વિસ્થાપિતો માટે જ્યારે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત 500 કરોડ રૂપિયા મધ્યપ્રદેશ સરકારને પહેલેથી જ આપી ચૂકી છે. માટે હવે વિસ્થાપિતોની જવાબદારી સંપૂર્ણ રીતે મધ્ય પ્રદેશ સરકારની રહેલી છે. ગુજરાત સરકારે આપેલા પૈસા વિસ્થાપિતોને હવે ક્યારે પહોંચાડે છે, તે શું કરે છે તેમની જવાબદારી ફક્ત અને ફક્ત મધ્યપ્રદેશ સરકારની છે.