ત્યારે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ડેડીયાપડામાં 314 મતદાન મથકો અને નાંદોદમાં 312 મતદાન મથકો પર જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલા 4,27,492 જેટલા મતદારો મતદાન કરશે.નર્મદા જિલ્લામાં નોંધાયેલા 2193 જેટલાં દિવ્યાંગ મતદારો પૈકી વ્હીલચેર માટે-17, સહાયક માટે સુવિધા માંગનાર – 58 દિવ્યાંગ મતદારોને તેમની માંગણી મુજબ તે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારો બ્રેઇલલીપીમાં મતદાન કરી શકે તે મુજબની સુવિધા જિલ્લા ચૂંટણીતંત્ર ઉપલબ્ધ કરવામાં આવી છે.
તદ્ઉપરાંત જિલ્લાનાં શતાયુ સહિત 80 થી વધુની વયના 6375 જેટલાં વડીલ મતદારોને અચૂક મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી પ્રોત્સાહિત કરતા પત્રો એનાયત કરી મહત્તમ મતદાન દ્વારા મતદાનથી દૂર રહેતા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સહિતના મતદાર જાગૃત્તિના સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃત્તિ કેળવવામાં આવી હતી.