3 મહીના અગાઉ જ ગ્રામજનોએ કલેક્ટર નર્મદા તથા ગાંધીનગર ખાણખનીજ વિભાગને રજુઆત કરી હતી, ત્યારે રવિવારે બપોરે અચાનક ખાણખનીજ વિભાગના સર્વેયર લીઝ માટેના બ્લોકની માપણી માટે આવી પહોંચતા જ સિસોદરાના ગ્રામજનોને માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા.
જ્યારે સર્વેયર ગ્રામપંચાયત કચેરી ખાતે આવતા જ તેમનો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોના દાવા મુજબ, અગાઉ ગ્રામસભામાં લીઝ નહિ આપવાનો ઠરાવ થયો હોવા છતાં પણ ભૂસ્તરશાસ્ત્રીએ ઠરાવની ઉપરવટ જઈને આ ગામમા લીઝ ખોલવા માંગે છે. જો કે, આમલેથા પોલીસ સિસોદરા ગામમાં પહોંચી હતી અને મામલો થાળે પાળવાનો પ્રયાસ કર્યો હતો. ગામની મહિલાઓએ પણ ખાણખનીજ વિભાગની ગાડી રોકી 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. ગામના મહિલા તલાટીએ પણ ઠરાવ કર્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું.