નર્મદા :હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ 27,326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યૂબીક મીટર છે. મુખ્ય કેનાલમાં 10907 ક્યૂસેક પાણી છોડાય રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં 40,000 ક્યૂસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે, સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સંગ્રહ કરી વીજ ઉત્પાદ કરવા તેમજ પ્રવાસીઓ માટે બોટિંગ કરવા બનાવવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડેમથી ગરુડેશ્વર વિયર ડેમનું 12 કિમીનું અંતર છે. આ 12 કિમી સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મઝા માણી શકશે.