- નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ
- દેશની ટોચની સૈન્ય નેતૃત્વના સંમેલનમાં સંબોધન કરશે
- ત્રણ દિવસીય સંયુક્ત લશ્કરી પરિષદની શરૂઆત થઈ હતી
કેવડિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયામાં દેશની ટોચની સૈન્ય નેતૃત્વના સંમેલનમાં સંબોધન કરશે. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. ગુરુવારે અહીં ઉચ્ચ સૈન્ય અધિકારીઓની ત્રણ દિવસીય સંયુક્ત લશ્કરી પરિષદની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શનિવારે એટલે કે આજે સવારે અહીં પહોંચશે અને સંમેલનને સંબોધન કરશે. તે જ દિવસે પરત ફરશે. તો બીજી તરફ 12 તારીખે PM મોદી ફરી ગુજરાત આવશે.
વાંચો: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલે કર્યું સ્વાગત
વડાપ્રધાન મોદીનું કેવડીયામાં સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેવડિયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે. આ કેવડિયા ખાતે બનાવેલ હેલિપેડ પર રક્ષાપ્રધાન રાજનાથસિંહ, સીડીએસ બિપીન રાવત, રક્ષાસચિવ અજય કુમાર, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, PM નરેન્દ્ર મોદી હેલિપેડથી ટેન્ટ સીટી 2માં ડિફેન્સ કોન્ફ્રરન્સમાં પહોંચ્યા છે. જ્યાં, સેનાના જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી અને ટેન્ટ સીટી ખાતે સેનાનું હથિયાર પ્રદર્શન નિહાર્યું હતું. હાલ, ડિફેન્સ કોન્ફ્રાસ્ન્સમાં દેશની સુરક્ષા અંગે ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેન્ટસીટીની અંદર કોન્ફરન્સમાં પહોંચ્યા છે. કોન્ફરન્સમાં રક્ષાપ્રધાન અને સુરક્ષા દળના અધિકારીઓ પણ ઉપસ્થિત છે.