નર્મદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાના (PM Modi visits Ektanagar) શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે આજે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 2022ના વર્ષનો આ એકતા દિવસ એ આપણા માટે વિશેષ દિવસ છે, આ વર્ષમાં આપણે આપણી આઝાદીના 75વર્ષ પૂર્ણ કર્યા છે, તે માટે આજના દિનનું આપણા માટે વિશેષ મહત્વ રહ્યુ છે. સરદાર પટેલની જન્મ જયંતી એકતા દિવસ એ આપણા માટે ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે. (sardar patel statue)
અશક્ય લાગતુ કાર્યને પૂર્ણ વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન લડાઈ હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે, જો 550થી વધુ રજવાડાઓનું વિલીનીકરણ ન થયું હોત તો શું થાત ? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે. સરદાર પટેલે આ અશક્ય લાગતુ કાર્યને પૂર્ણ કરી સમગ્ર ભારતને એકતાંતણે જોડ્યું હતું. એકતાની શક્તિએ ક્યારેય આપણાં માટે વિવશતા નથી રહી, પરંતુ એ સદા સર્વથા આપણી ભારતીયોની વિશેષતા બની રહી છે. એકતાની ભાવના એ પ્રત્યેક ભારતીયોના અંતર મનમાં રચાયેલી રહી છે. દેશ ઉપર જ્યારે પણ કોઈ આપદા આવી છે, તેવા સમયે દેશ એકજૂટ બની સેવા - સહયોગની સંવેદના સાથે ઉભો રહ્યો છે. (sardar patel birthday is celebrated)
એકતા દુશ્મનોને ચૂભતી હતી વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની એકતા દુશ્મનોને ખટકે છે. ગુલામીના કાલખંડમાં પણ આ એકતા દુશ્મનોને ચૂભતી હતી, તેથી જ બહારના લોકોએ ભારતને તોડવા માટે અનેક પ્રયાસો કર્યા, તેની સામે આપણે આપણી એકતાના અમૃતના કારણે તેનો મક્કમતાથી સામનો કરી શક્યા હતા. આજે પણ આપણે તોડનારી, વિભાજન કરવાવાળી તાકાતની સામે જાગૃત (PM Modi visits Ektanagar) બનવું પડશે, તેમ જણાવી વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, દેશને કમજોર કરવાવાળી તાકાત એ ગુલામીની માનસિકતા, વ્યક્તિગત સ્વાર્થ અને ભ્રષ્ટાચારના રૂપમાં આપણી સામે આવે છે. તેની સામે આપણે ભારત માતાના સંતાનો તરીકે એકજૂટ બની જવાબ આપીને સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોંપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવું પડશે.
વિવિધ રાજ્યના ફ્લેગ બેરરે ભાગ લીધો રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત તાજેતરમાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાયા હતા. (Sardar Patel birth anniversary)
સમાજની તાકાત એકતામાં રહેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની તાકાત એ તેની એકતામાં રહેલી છે. દેશની એકતા એકજૂટતા એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. કેવડીયા ખાતે લોકોની એકતાથી વિકસિત બનેલું એકતાનગર એ આજે ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે. આ એકતાનગર ખાતે રચાયેલ એકતા મોલ, એકતા નર્સરી, એકતા ફેરી, એકતા રેલ્વે સ્ટેશન સહિતના અનેક સ્થાનકો રાષ્ટ્રીય એકતા માટે આપણને પ્રેરિત કરી રહ્યા છે.(ektanagar to statue of unity distance)
અખંડિતતાનું સ્વપ્ન સાકાર એકતાનગર ખાતે નિર્માણ પામેલા મિયાવાકી વન, મેઝ ગાર્ડનના નવીન આકર્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ એકતાનગર એ પર્યાવરણ સુરક્ષા, પશુ - પક્ષી સુરક્ષા, સોલાર એનર્જી જેવા વિભિન્ન ક્ષેત્રોમાં આજે મોડેલ બની ઉભરી રહ્યું છે. ભારતની એકતા અને અખંડિતતામાં એ સમયના રાજા - રજવાડાઓએ તેમના અધિકારોનો કર્તવ્ય ભાવના સાથે ત્યાગ કર્યો હતો, તેના કારણે ભારતની અખંડિતતાનું સ્વપ્ન સાકાર બન્યું છે. જેને ધ્યાને લઇ રાજ પરિવારોની આ ત્યાગભાવના - કર્તવ્ય ભાવનાને ઉજાગર કરતા મ્યુઝિયમનું એકતાનગર ખાતે નિર્માણ કરવાનું કાર્ય હાથ ધરાયું છે.(statue of unity)
કોણ કોણ હાજર રહ્યું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ગીતા રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, પૂર્વ પ્રધાન શબ્દશરણ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, કેન્દ્ર અને રાજ્ય સરકારના સચિવઓ, જિલ્લા કલેકટર શ્વેતા તેવટીયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, રાજ્ય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.(PM Modi visits Gujarat)