કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા એ ગામને એકઠું કરી ગામના 7 એકરથી વધુ ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી કરી હતી. તો ઉલ્લેખનીય છે કે આખું ગામ સ્વેચ્છાએ આ વૃક્ષો વાવવા જોડાયા.અને તમામ વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે, આ કોઈ જાહેર કાર્યક્રમ નથી કે કોઈ દેખાવ નથી ગ્રામજનોએ એક સંકલ્પ લીધો છે અને તેઓ કામે લાગી ગયા છે. વધુમાં જણાવ્યું કે, અમારા ગામના રોડ પર પણ ઘણા વૃક્ષો હતા. જે રોડમાં કપાઈ જતા અમે આ યજ્ઞ હાથ પર ધર્યો છે. તો જિલ્લામાં અનિયમિત વરસાદ છે. વૃક્ષો હશે તો વરસાદ વધુ આવશે તેવી આશાથી અમે 11000 વૃક્ષો એક સાથે વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.