આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આ દિવસે ભવ્ય કાર્યક્રમ થાય અને વડાપ્રધન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એકતા પરેડ પણ યોજાશે. તેના સર્વે માટે આજે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરીની ટીમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી. જેમાં આ ટીમમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા તેમજ ગૃહ વિભાગના અલગ અલગ અધિકારીઓ હાજર રહ્યા હતા.
તેઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વ્યુ પોઇન્ટ નંબર 1,ટેન્ટસિટી 1 અને 2,સર્કિટ હાઉસ,હેલિપેડ ગ્રાઉન્ડ વગેરે નું નિરીક્ષણ કર્યું હતુ. આ ટીમ 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટ કરશે. આ પ્રસંગે નર્મદા જિલ્લાના DSP હીમકર સિંહ, DYSP અચલ ત્યાગી, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.