પ્રાપ્ત વિગતો મુજબ, મોટાભાગની હોટેલ્સ પાસે 73 અ ની પરવાનગી નથી. તેમજ ખેતીમાંથી બીન ખેતી શરતમાં ફેરવાઈ નથી. કારણ કે, તેમની પાસે કોઈ પુરાવા નથી. આ સમગ્ર રિપોર્ટ મામલતદાર ગરુડેશ્વર કે સી. ચરપોટૅ તપાસ કરતા સમગ્ર મામલો ગેરકાયદેસર જણાતા રાજપીપલા પ્રાંત અધિકારીએ હાલ બે હોટલોને સીલ કરી દેવામાં આવી છે. તેમજ અન્ય 15 હોટલોને નોટિસ આપવામાં આવી છે.
ગરુડેશ્વર હાઇ-વે પર બિલાડીની ટોપની જેમ ખુલી રહેલી હોટલો પર તંત્ર પણ તપાસ કરી પ્રથમ તપાસમાં બે હોટેલ્સ પ્રાંત અધિકારી અને મામલતદાર નાંદોદની તપાસમાં ગેરકાયદેસર જણાતા બે હોટેલોને સીલ કરી એક ને 5 લાખ અને બીજી હોટલને 8 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો.
જયારે હજુ તપાસ ચાલુ હોય હોટલોના સંચાલકોમાં ફફળાટ ફેલાયો છે અને હોટલો સંચાલકો કયારે આ હોટલો ખુલાસે જેની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ જમીન માલિકોનું પણ કહેવું છે કે, આ જમીનોમાં પાણી ન મળતા અમને પણ મુશ્કેલીઓ થઈ રહી છે. વિકાસના પંથે જઈ રહેલા નર્મદા જિલ્લામાં આ હોટલોને પરમિશન મળશે કે કેમ..!