ETV Bharat / state

Narmada News સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું, ટૂંકસમયમાં ખુલ્લું મૂકાશે

વેકેશનના દિવસો શરુ થઇ ગયાં છે ત્યારે પ્રવાસીઓનો ધસારો સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ વધી રહ્યો છે. અહીં ઊભા કરવામાં આવેલા વિવિધ આકર્ષણનો પહેલેથી ધૂમ મચાવી રહ્યાં છે. ત્યારે આ વેકેશનમાં આવતાં પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું છે.

Narmada News સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું, ટૂંકસમયમાં ખુલ્લું મૂકાશે
Narmada News સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું, ટૂંકસમયમાં ખુલ્લું મૂકાશે
author img

By

Published : May 6, 2023, 10:13 PM IST

સ્નેક હાઉસનુ નજરાણું

નર્મદા : વિશ્વખ્યાત નિહાળવા આવતાં પ્રવાસીઓને માટે એસઓયુ તંત્ર દ્વારા નવું નજરાણું ભેટ આપવામાં આવ્યું છે. એકતાનગરમાં આવેલા વિશાળ જંગલ સફારી પાર્કમાં સ્નેક હાઉસનું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. આ સ્નેક હાઉસ એક વિશાળ ડોમમાં બનાવવામાં આવ્યું છે. જેને ટૂંકસમયમાં જ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

સ્નેક હાઉસ : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 375 એકરમાં જંગલ સફારીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાકોળ બાદના આ વર્ષે આવેલા વેકેશનના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બૂકિંગ કરાવીને આવી રહ્યાં છે. ખાસ કરીને અહીંના જંગલ સફારીની મોજ બાળકોને ખૂબ જ પસંદ પડતી હોય છે. ત્યારે આ વર્ષે અહીં નવા આકર્ષણ તરીકે સ્નેક હાઉસ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો

કેવડિયાના જંગલ સફારીમાં 3 મહિના પહેલાં જન્મેલા બાળસિંહ સિમ્બા અને રેવાએ ઘરમાં માંડી પાપા પગલી

Adi Bazaar at SOU : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આદિ બજાર પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

SoUમાં જોવા મળ્યો 75 વિન્ટેજ કારનો જમાવડો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ખુલ્લું મૂકવામાં આવ્યું નથી : જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. જેને લઈને પ્રવાસીઓને દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું ગમે છે. તાજેતરમાં વાત કરીએ તો પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું થઈ રહ્યું છે. સ્નેક હાઉસ જંગલ સફારી ખાતે એક વિશાળ ડોમમાંબનાવવામાં આવ્યું છે. જોકેે હજુ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. પરંતુ એ બનીને તૈયાર કરી દેવામાં આવ્યું છે.

અહીં શું જોવા મળશે : આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી અને બિન ઝેરી સાપ મૂકવામાં આવશે. જેને પ્રવાસીઓ નિહાળશે. અલગ અલગ દેશોના અલગ અલગ પ્રકૃતિના જે સાપ હોય છે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ડોમ એવું બનાવવામાં આવ્યું છે કે અંદર રહેનાર સરીસૃપ પ્રાણી સાપને એકદમ અસલ જંગલ જેવો અહેસાસ થાય અંદર કુદરતી ઝાડ પાન અને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે.

ઠંડકનું ધ્યાન રખાયું : હાલમાં ઊનાળાની ગરમીનો સમય છે ત્યારે પ્રવાસીઓ અને સાપને પણ ગરમી ન લાગે તેની કાળજી લેવામાં આવી રહી છે. અહીં હુંફાળું વાતાવરણ સચવાઈ રહે એવું એસી ડોમ બનાવવામાં આવ્યું છે કે જેનાથી ગરમી લાગે નહીં. સામાન્ય રીતે સાપ પ્રજાતિને ઠંડક વધારે ગમતી હોય છે. ત્યારે આ સ્નેક હાઉસમાં એક જંગલ ઘરમાં નાના નાના પાણીના ખાબોચિયા સહિતની વસ્તુઓ પણ બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં દેશવિદેશના સાપો જંગલ સફારીમાં લાવવામાં આવશે અને જેને આ સ્નેક હાઉસના પ્રદર્શનમાં મૂકવામાં આવશે. ત્યારે વેકેશન માણવા આવતાં પ્રવાસીઓ માટે આ સ્નેક હાઉસ નજીકના દિવસોમાં ખુલ્લું મૂકવામાં આવશે. આમ આ સ્નેક હાઉસ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.