ETV Bharat / state

Gujarat Rain News: માંગરોળ તાલુકામાં અનેક ખેતરોમાં નર્મદાનું પાણી ફરી વળતા ખેડૂતોને થયું ભારે નુકસાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 6:25 PM IST

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીનો જથ્થો 19 લાખ ક્યુસેક જેટલો હતો. તેથી નર્મદા ડેમના અધિકારીઓએ પણ નર્મદા નદીમાં પાણી છોડવું પડ્યું હતું. નર્મદા નદીમાં છોડેલું પાણી માંગરોળ તાલુકાના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી બાગાયતી પાકના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. નર્મદાના પાણીએ માંગરોળ તાલુકાના ખેતરોમાં કરેલા વ્યાપક નુકસાન વિશે વાંચો વિસ્તારપૂર્વક

માંગરોળ તાલુકાના ખેડૂતોમાં વ્યાપક નુકસાન

Gujarat Rain News

નર્મદાઃ માંગરોળ તાલુકામાં બાગાયત ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. બાગાયત પાકના આ ખેતરોમાં નર્મદા નદીનું પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેમાં ખેતરોમાં રોપવામાં આવેલી પાકની કલમો, ડ્રીપ ઈરિગેશન સિસ્ટમ અને ફેન્સિંગનો સોથ વળી ગયો છે. જેના પરિણામે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

પાક અને ખેત સામગ્રીનો નાશઃ નર્મદાના પાણીથી માંગરોળ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા, ખાસ કરીને માંગરોળની સ્થિતિ બહુ ખરાબ બની હતી. રાત્રે પાણી છોડાતા ઘરોમાં પાણી ઘુસી ગયા અને કંઈ બચાવવાનો સમય પણ ન મળ્યો. ઘર વખરી ક્યાંક તણાઈ ગઈ તો ક્યાંક ખરાબ થઈ ગઈ. પાણી ઓસરતા ખેડૂતોએ ખેતરોની તપાસ કરી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ખેતરોમાં વાવેલ કેળ, કપાસ, શેરડી અને પપૈયાની ટીસ્યુ વાવણીને ખૂબજ નુકસાન થયું હતું. ડ્રીપ ઈરિગેશન અને ફેન્સિંગના તો છોતરા ઊડી ગયા હતા. કુવામાં મુકેલી મોટરોના સ્ટાર્ટર અને વાઈરિંગ પણ નાશ પામ્યા છે.

Gujarat Rain News
Gujarat Rain News

અંદાજિત 2000 એકર જમીનમાં પાક નુકસાનીઃ નર્મદાના ધાનપોર,સિસોદરા,રેંગણ,પોઈચા અને માંગરોળ ગામમાં અંદાજિત 2000 એકર જમીનના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. મોંઘા ભાવના પાક બિયારણ અને ખેતર માટે ખેડૂતોએ લીધેલી લોન હવે કેવી રીતે ચૂકવવી તે પ્રાણ પ્રશ્ન થઈ પડ્યો છે.

કેળા ખેડૂતો આ વર્ષે 15 રૂપિયા પ્રતિ ટિસ્યૂની ખરીદી કરી હતી. તેમને ખૂબ જ આર્થિક નુકસાન વેઠવું પડશે. માંગરોળ પંથકના ખેડૂતોની માંગણી છે કે રાજ્ય સરકાર પાસે સત્વરે પાક નુકસાનીનો સર્વે કરી સહાય પૂરી પાડે તો જ ખેડૂતો આ નુકસાનમાંથી બેઠા થઈ શકશે...અશોક પટેલ(ખેડૂત, માંગરોળ)

  1. Gujarat Rain News: બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન
  2. Rajkot Rain : ધોરાજીના ખેડૂતોની માઠી દશા, વરસાદી પાણીથી ખેતરોમાં પાકને પારાવાર નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.